India

આ મુસ્લીમ યુવાને છાતી પર સી.એમ યોગી આદિત્યાનાથ નુ ટેટુ પડાવ્યુ ! કારણ જાણી ચોંકી જશો..

સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક પ્રકારની ખબરો સામે આવતી હોય છે અને આવી ખબરોમાં ઘણીબધી એવી જાણી અને અજાણી વાતો હોય છે, જે લોકોમાં ચર્ચાનો વિષય બને છે અને સાથોસાથ સોશિયલ મીડિયામાં પણ આ વાત વાયુવેગે પ્રસરે છે. હાલમાં જ ઉત્તરપ્રદેશની એક ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અને આ ઘટનાના લીધે સૌ કોઈ આશ્ચય પામી ગયા છે. તમે આ ઘટના પાછળનું કારણ જાણશો તો તમે પણ ચોંકી જશો. ચાલો આ ઘટના અંગે વિસ્તુત માહિતી મેળવીએ.

સૂત્ર દ્વારા હાલમાં જ જાણવા મળ્યું છે કે, ઉત્તરપ્રદેશમાં
યામીન સિદ્દીકી નામના 23 વર્ષનો એક મુસ્લિમ યુવક સીએમ યોગીજીનું છાતી પર ટેટુ કરાવ્યું છે. આ યુવાન તેમને આદર્શ માને છે અને આજ કારણે તેને યોગીજીના જન્મ દિવસ પર આ ટેંટુ કરાવ્યું અને આ ઘટના સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહયું છે. યામીન સિદ્દીકી એટાના નયા ગાંવ થાણા વિસ્તારના સરાય અગહત કસ્બાનો રહેવાસી છે.

આપણે જાણીએ છે કે, ઉત્તરપ્રદેશમાં સતત બે વાર ભાજપ સત્તા પર આવી છે અને હવે તો ઉત્તરપ્રદેશ યોગીજીનું ગઢ બની ગયું છે. સીએમ પદ ઉપર આવ્યા પછી યોગીજીએ ઉત્તરપ્રદેશને પણ વિકાસના માર્ગે લઈ જઈ રહ્યા છે અને પ્રજાજનોમાં પણ તેમની લોકપ્રિયતા ખૂબ જ છે, આ કારણે જ તેઓ બીજીવાર પણ બહુમતી સાથે પોતાની સરકાર બનાવી ચુક્યા. આજે ઉત્તર પ્રદેશમાં એવા ઘણા લોકો છે જેઓ પહેલા અન્ય પાર્ટીના સભ્ય હતા પરંતુ હવે ભાજપામાં જોડાયા છે.

તમને જાણીને આશ્ચય થશે કે, પહેલા યામીન સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલો હતો પરંતુ હવે યોગી આદિત્યનાથનાં વ્યક્તિત્વ અને કાર્ય દ્વારા તેને પોતાના આદર્શ માને છે. આ મુસ્લિમ યુવક માને છે કે મુસ્લિમ સમાજમાં બધા જ લોકો મોદી અને યોગીનો વિરોધ કરે છે એ સાચું નથી. અમૂક લોકો જ છે જે વિરોધ કરે છે.આ પ્રકારના લોકો તો બધી જ જાતિઓમાં રહેવાના છે

સીએમ યોગી આદિત્યનાથને મળવા અંગે જણાવ્યું કે ભવિષ્યમાં મોકો મળશે ત્યારે અવશ્ય મુલાકાત લઇશ.એટલું જ નહી ત્યાં સુધી આ ટેંટુ પણ રાખીશ અને તેમને બતાવીશ. બે વર્ષ પહેલા યુ ટયૂબ પર યોગીજીના ભાષણનો એક વીડિયો જોઇ-સાંભળીને તેમના માટે માન વધ્યું હતુંં. આ ઘટના વાયરલ થયા પછી અનેક લોકોએ સોશિયલ મીડિયામાં તેના વખાણ પણ કર્યા છે અને ટીકાઓ પણ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!