India

માત્ર 15 વર્ષના છોકરાએ બનાવ્યું એવું મશીન કે લાખો લોકોનો જીવ બચી જશે.

આજના સમયમાં કોઈપણ કાર્ય અશક્ય નથી કારણ કે, જગતમાં એવા ઘણાય લોકો છે જે પોતાની આવડત થકી કોઈપણ વસ્તુઓનો આવિષ્કાર કરી શકે છે. ત્યારે આજે આપણે એક એવા જ છોકરાની વાત કરીશું જેને એક એવી વસ્તુનું સંશોધન કર્યું જે અનેક લોકોનો જીવ બચાવી શકે છે.ખરેખર આ ઘટના ખૂબ જ સરહાનીય છે.આવું ભાગ્યે જ બનતું હશે કે કોઈ આવું કાર્ય કરી પણ શકે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, દરેક બીમારિઓ શરૂ થતાં પહેલાં તેના લક્ષણો જણાય છે અને પરતુંહ્રદય હુમલાની ઘટનામાં 35-40 ટકા કીસ્સા સાઇલેન્ટ હાર્ટ એટેકના હોય છે. આ સાઈલેન્ટ હાર્ટ અટેકને કારણે ખબર જ નથી પડતી કે, જીવતો-જાગતો માણસ ક્યારે મુત્યુ પામી જાય છે.આવી આ ઘટનાની વ્યક્તિને જાણ થાય તે માટે એક છોકરાએ એવી વસ્તુ શોધી જેના થકી આખા ભારતમાં તેની ચર્ચા થઈ રહી છે અને દેશમાં રાષ્ટ્રપતિ દ્વારા બાલ પ્રતિભા પુસ્કાર આપેલ છે. ચાલો જાણીએ કે આખરે આ બાળક એવું તે શું શોધ્યું છે.

માત્ર 15 વર્ષની ઉંમરના આકાશ મનોજ નામના એક સાયલન્ટ હાર્ટએટેકને ઓળખી અને આગાઉથી એની જાણ કરી શકે એવું મશીન બનાવ્યું.આ મશીન થી સ્વસ્થ દેખાતો વ્યક્તિ જેમાં હાર્ટ એટેક સાથે જોડાયેલા કોઈ જ લક્ષણ ન દેખાતા હોય છતાં પણ તે સાઇલેન્ટ હાર્ટ એટેકનો શિકાર બની શકે. બન્યું એવું કે તેમના દાદા સાથે આવી ઘટના બનેલ અને તેના પરથી આ વિચાર ઉદ્દભવ્યો.

તેમાં દાદાજીને હાઇ બ્લડપ્રેશર અને ડાયાબીટીસ હતુ પણ તબીયત ખૂબ સારી હતી. એકવખત આકાશના દાદાનું અચાનક આવેલા હદયરોગના હુમલાને કારણે અવસાન થયુ. હાર્ટએટેક સાવ અચાનક આવ્યો આથી યોગ્ય સારવાર આપવામાં આવે તે પહેલા જ દાદાનું અવસાન થયુ.

હાર્ટએટેક માટેના બાહ્ય લક્ષણો જેવા કે છાતીમાં દુ:ખાવો થાય, ડાબા હાથમાં દુ:ખાવો થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે..વગેરેને કારણે માણસને એટેકની ખબર પડી જાય અને કદાચ સમયસર સારવાર મળી જતા માણસ બચી પણ જાય. પણ ઘણી વખત આવા બાહ્ય લક્ષણો જોવા મળતા નથી પણ હ્રદય ચોક્કસ પ્રકારના સિગ્નલ આપતું હોય છે જો હ્રદયના આ શાંત સિગ્નલને ઓળખી શકાય તો માણસની સમયસર સારવાર થઇ શકે અને એનો જીવ બચાવી શકાય.

આકાશ મનોજ નાનો હતો ત્યારથી એને મેડીકલ સાયન્સના પુસ્તકો વાંચવા ખૂબ ગમતા હતા. જ્યારે એ 8માં ધોરણમાં ભણતો હતો ત્યારે 13 વર્ષની વયે એ મેડીકલ સાયન્સના જર્નલ વાંચવા માટે બેંગ્લોરની નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સની લાઇબ્રેરીમાં નિયમીત રીતે જતો હતો.

આકાશ મનોજનું એક ધ્યેય હતુ કે મારે એવુ સાધન બનાવવું છે જે સાયલન્ટ હાર્ટએટેકને ઓળખી અને એની જાણ કરી શકે. સામાન્યમાં સામાન્ય માણસ પણ એનો ઉપયોગ કરી શકે એવું સસ્તુ પણ બનાવવું છે જેથી લાખો લોકો એનું અમૂલ્ય જીવન બચાવી શકે.

આકાશે ખૂબ મહેનત કરીને એક ચીપ તૈયાર કરી છે. આ ચીપને હાથના કાંડા પર અથવા તો કાન પર લગાડવાની. ચીપમાં રહેલ પોસીટીવ ઇલેક્ટ્રીકલ તરંગો હ્રદયમાંથી ઉત્પન્ન થતા FABP3 પ્રોટીન નામના નેગેટીવ પ્રોટીનને પોતાના તરફ ખેંચે જ્યારે નેગેટીવ પ્રોટીનની માત્રા વધી જાય ત્યારે તે પેલી કાંડા પર લગાવેલી ચીપ પરથી ખબર પડી જાય.

આ સાયલેન્ટ હાર્ટએટેક આવવાના લક્ષણો છે જો 6 કલાકમાં માણસને યોગ્ય સારવાર આપી દેવામાં આવે તો એનું અમૂલ્ય જીવન બચાવી શકાય. આકાશનું આ યંત્ર 6 કલાક પહેલા સાઇલેન્ટ હાર્ટ એટેકની જાણ આપી દે છે.ખરેખર આ કાર્ય થી અનેક લોકોને ફાયદો થશે અને અનેક લોકોના જીવ બચી શકે છે.ખરેખેર આ બાળકનું સંશોધન અનેક લોકો માટે આશીર્વાદ રુપ સાબિત થયેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!