મા ને હાર્ટ એટેક આવતા સાત વર્ષ ના દિકરાએ આવી રીતે જીવ બચાવ્યો ! વાત જાણી ડોકટર પણ હેરાન…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવી ઘણો લાગણીશીલ છે જેના કારણે તે પોતાના જીવનમાં અનેક વ્યક્તિઓ સાથે સંબંધ બાંધે છે. વ્યક્તિઓ ના આવા સંબંધ પૈકી સૌથી મહત્વનો કોઈ સંબંધ હોઈ તો તે માતા પિતા અને સંતાનનો હોઈ છે. દરેક માતા પિતાની ઈચ્છા પોતાનું બાળક આગળ વધે અને તેને જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન આવે તે માટેની હોઈ છે. આ માટે માતા પિતા ઘણી મહેનત કરે છે, અને પોતાના બાળક પર કોઈ પણ મુશ્કેલી ન આવે તેવા પ્રયત્ન પણ કરે છે.
સાથો સાથ માતા પિતા બાળપણ થી જ પોતાના બાળકને જીવનમાં આગળ કઈ રીતે વધવું અને આવનારી પરિસ્થિતિ નો સામનો કઈ રીતે કરવો તે અંગે જાણકારી આપતા હોઈ છે. કે જેથી પોતાનું બાળક ભવિસ્યના પડકારો નો સામનો કરવા તૈયાર થઇ જાય. જો વાત માતા અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે માતા એ દરેક બાળકના જીવનમાં ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે.આ અને પોતાના સંતાનો પર કોઈ પણ પ્રકારની મુસીબત ન આવે તે માટે સતત ચિંતા માં રહે છે. બાળકો પણ પોતાની માતાને મુશ્કેલીમાં જોઈ શકતા નથી. માતા પુત્રના પ્રેમ નો આવો જ એક બનાવ હાલ સામે આવ્યો છે.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય ટેક્નોલોજી નો છે. ટેક્નોલોજી ની મદદથી માનવ જીવન ઘણું સરળ બની ગયું છે. જો કે આ માટે વ્યક્તિ પાસે ટેક્નોલોજી ની યોગ્ય માહિતી હોવી જરૂરી છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમયમાં મોબાઈલ ફોન આપણા માટે આવશ્યક જરૂરિયાત બની રહી છે. તેવામાં બાળકો પણ મોબાઈલ નો વધુ પ્રમાણમાં ઉપયોગ કરે છે. તેવામાં બાળકોને આ મોબાઈલ દ્વારા ગેમ ઉપરાંત અન્ય જરૂરી વસ્તુ શીખવવી પણ જરૂરી છે.
આપણે અહીં એક એવા જ બનાવ અંગે વાત કરવાની છે કે જ્યાં બાળક ની સૂઝ બુઝ અને તેની આવડત ના કારણે તેની માતાને નવું જીવન મળ્યું છે. તો ચાલો આપણે આ બાબત અંગે વધુ માહિતી મેળવીએ. જણાવી દઈએ કે એક મહિલાને અચાનક ઉલ્ટી થવા લાગી અને તેમને હાર્ટઅટેક નો હુમલો આવ્યો જેના કારણે આ મહિલા બેહોશ થઇ ગઈ. તેવામાં તેનો 7 વર્ષ નો બાળકે પોતાની આવડત નો ઉપયોગ કરીયો અને તરત જ 108 ને ફોન કરી ઘટના અંગે જાણ કરી જે બાદ એમ્બ્યુલન્સ તે બાળકની બેહોશ માતાને સારવાર માટે હોસ્પિટલ લઇ ગઈ અને સારવાર બાદ તેમની હાલત સારી છે. તેમ જણાવવામાં આવ્યું.
જો કે આ સમગ્ર ઘટના માં મહત્વની વાત એ છે કે માતા પિતા દ્વારા બાળકને મળેલ માહિતી નો તેણે યોગ્ય ઉપયોગ કરીયો જેના કારણે તેની માતા નો જીવ બચી ગયો. આ બનાવ અંગે માહિતી મળતા ડોકટર પણ આ 7 વર્ષ ના બાળકના વખાણ કરતા જણાવ્યું કે આટલી નાની ઉમર માં પ્રાથમિક સારવાર અંગે ની વસ્તુઓ બાબતે જાણકારી હોવી સારી બાબત છે. જો બાળકે યોગ્ય સમયે ફોન ના કર્યો હોત અને મહિલાને હોસ્પિટલ લાવવામાં થોડી પણ વાર લાગી હોટ તો તેમનો જીવ બચાવવો મુશ્કેલ હોત. જણાવી દઈએ કે આ બાળક નું નામ રાહુલ છે. તેની માતાનું નામ મંજુ છે. અને તેઓ ઉત્તર પ્રદેશ ના રહેવાસી છે. જોકે હાલ મંજુ બહેનની પત્રીના ઈલાજ માટે તેઓ સુરત આવેલા છે.
