બાળકે એવી તો શુ ભુલ કરી કે કોર્ટે આજીવન કેસ ની સજા આપી ! જાણો પુરી ઘટના વિશે…
હાલમાં એક તરફ સૌ કોઈ લોકો ગ્રીષ્માના હત્યારા ફેનીલને શું સજા મળશે તેની રાહ જોઈ રહ્યા છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. આમ પણ કહેવાય છે કોર્ટમાં,જ્યાં નિર્ણય આવતા અનેક વર્ષો વીતી જાય છે. ફેનીલની સજા ક્યારે આવશે તેની તારીખ પર તારીખ આવી રહી છે. ત્યારે હાલમાં એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે.
જ્યારે તમે નાના બાળકને જોશો ત્યારે તમારા મગજમાં શું આવે છે? સ્વાભાવિક છે કે, બાળક ને જોતા જ તેને રમાડવાનું મન થાય. પરંતુ આજે અમે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ તે વાંચીને તમને નવાઈ લાગશે. તમે અત્યાર સુધીમાં હજારો અજીબો ગરીબ કોર્ટના ચુકાદા સાંભળ્યા હશે. પરંતુ આ વખતે કોર્ટનો અનોખો નિર્ણય જણાવીશું. વાત જાણે એમ છે કે, ચાર વર્ષના બાળકને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. તમને પણ વિચાર આવશે કે,4 વર્ષના બાળકે એવો કયો ગુનો કર્યો જેના કારણે તેને આટલી મોટી સજા મળી.
તમે ઘણી વાર જોયું હશે કે કોર્ટ ક્યારેક ખોટો નિર્ણય લઈ લે છે. ક્યારેક કોઈ વ્યક્તિ નિર્દોષ હોવા છતાં, દોષિત બને છે. આ ઘટના છે મિસ્ત્રની જ્યાં 4 વર્ષના નિર્દોષ બાળકને પણ કોર્ટે દોષિત જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારી હતી.તમને જણાવી દઈએ કે આ 4 લોકોની હત્યા અને 8 લોકીની હત્યાનો પ્રયાસ કરવા માટે કરવામાં આવી છે . જ્યારે આ હત્યા થઈ ત્યારે આ બાળક માત્ર 1 વર્ષનો હતો. તે જ સમયે, જ્યારે બાળકને સજા સંભળાવવામાં આવી ત્યારે તે કોર્ટમાં હાજર પણ નહોતો.
આ બાળકનું નામ મસૂર કુરાન અલી છે. બાળકના વકીલે કહ્યું છે કે બાળકનું નામ ખોટી રીતે સજા થનાર લોકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. જેના કારણે બાળકની ઉંમર ન જાણવાને કારણે કોર્ટે ભૂલ કરી છે. હવે બાળક નિર્દોષ છે તે સાબિત કરવા માટે બાળકના વકીલે કોર્ટમાં તેનું જન્મ પ્રમાણપત્ર રજૂ કરવાનું કહ્યું હતું, પરંતુ આ થયું ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને બાળકને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
આ સજા વિશે જાણ થતાં આખા દેશે એક થઈને આ નિર્ણયનો વિરોધ કર્યો. કોર્ટના નિર્ણય વિરુદ્ધ ત્યાંના લોકોએ રસ્તા પર ઉગ્ર પ્રદર્શન કર્યું. સોશિયલ મીડિયા પર પણ આ ઘટનાની નિંદા કરવામાં આવી હતી. મોટા મોટા દિગ્ગજોએ પણ આ કેસની આકરી ટીકા કરી હતી, કોર્ટના નિર્ણય છતાં તેમાં કોઈ ફેરફાર થયો નથી. લગભગ એક વર્ષ પછી જ્યારે આ ઘટના વૈશ્વિક સ્તરે લોકોની સામે આવી ત્યારે સમગ્ર વિશ્વએ સાથે મળીને ઇજિપ્તના કાયદાની સખત નિંદા કરી. દબાણ હેઠળ કોર્ટે ઘટનાની પુનઃ તપાસનો આદેશ આપ્યો હતો.
તપાસ પછીના પરિણામો જોઈને દરેક જણ ચોંકી ગયા હતા કારણ કે મન્સૂરને જે ગુનાઓ માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. મન્સુરે ક્યારેય આવું કંઈ કર્યું ન હતું. વાસ્તવમાં કંઈક એવું બન્યું કે મન્સૂર પર લાગેલા આરોપોની તપાસ કર્યા વિના જ તેને સજા આપવામાં આવી. વર્ષ 2014માં મિસ્ત્રમાં થયેલા રમખાણોમાં ભાગ લેવા બદલ મંસૂરને અન્ય 115 લોકો સાથે કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. આ ભૂલ અંગે કોર્ટે મન્સૂરના પિતાની માફી માંગી.