India

આ મહીલા ડોક્ટર દિકરીના જન્મ પર એવુ કામ કરે છે કે જાણી ને તમે સલામ કરશો

આપ સૌ જાણો છો કે આજની આ દુનિયામાં લોકો દીકરી દીકરો એક સમાન ગણતા નથી, પરંતુ હાલની દીકરી દીકરા સમાન જ છે, કારણ કે હાલની દીકરી કે જે  દીકરા નથી કરી શકતા તે દીકરીઓ કરી શકે છે, અને પોતાના પરિવાર અને દેશનું નામ રોશન કરે છે. દુનિયામાં લોકો દીકરા અને દીકરી વચ્ચે અસમાનતાની દીવાલ ઉભી કરે છે. લોકો એમ સમજે છે કે દીકરો હશે તો આપણા પરિવાર નો વંશ આગળ વધશે. પરંતુ હાલની તમામ દીકરી કોઈ મામલે દીકરા થી ઓછી ઉતરતી નથી. પહેલાના સમયમાં તો દીકરી ને જન્મવા જ દેવામાં આવ્વતી નહિ, માતાના ગર્ભમાં જ તેને મારી નાખવામાં આવતી હતી.

હાલ લોકો હવે સમજે છે કે દીકરી એ દીકરા સમાન જ છે. અને દીકરી ને ભગવાન ની અમુલ્ય ભેટ માનીને દિલથી તેનો સ્વીકાર કરે છે. અને ઘણા લોકો દીકરી ને વરદાન રૂપ માને છે. તેવીજ એક ભારતની દીકરી ની દીકરી ની વાત કરીએ તો તે પોતે ડોક્ટર છે, અને તેનું એકક ખાસ મહત્વ નું કાર્ય એ છે કે જે પોતાના નર્સિંગહોમમાં દીકરીઓના જન્મ પર કોઈ જાતની ફીઝ લેતા નથી, અને વધુમાં દીકરી નો જન્મ થતા ત્યાના તમામ લોકોનું મીઠાઈ વડે મોઢું મીઠું કરાવે છે. આવા કલિયુગ માં આ યુવતી નામે શિપ્રા ધર ને લોકો ભગવાન ના રૂપમાં પૂજી રહ્યા છે.

ડોક્ટર શિપ્રા ના અભ્યાસ ની વાત કરીએ તો તેઓએ બીએચયુ માંથી એમ.બી.બી.એસ અને એમ.ડી નો અભ્યાસ પૂર્ણ કર્યો છે, અને હાલ તેઓ વારાણસી ના પહાડીયા નામના વિસ્તારમાં એક નર્સિંગ હોમ ચલાવી રહી છે. અને તેમણે સ્ત્રીભ્રૂણહત્યા નો વિરોધ કરવા એક ખાસ મુહિમ શરુ કરેલી છે. જેણે આધારિત દીકરી ના જન્મ થાય તેની ખુશીમાં લોકોમાં જાગૃતતા લાવવા માટે તેમણે પ્રયાસો શરુ કર્યા છે. અને તેઓ પોતાના નર્સિંગ હોમ માં થયેલ દરેક દીકરી ના જન્મ વખતે કોઈ ફીઝ લેતા નથી. અને તે આ ખુશી પર મીઠાઈ નું વિતરણ પણ કરે છે.

મહત્વની વાત તો એ છે કે આ યુવતી ના અભિયાન ની જાણ આપણા દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને થતા તેઓ ખુબજ આ મહિલા થી રાજી થયા હતા અને થોડા સમય પહેલા વડાપ્રધાન પોતે વારાણસીગયા હતા, અને ડોક્ટર શિપ્રા ને મળ્યા હતા, અને તેમણે પોતાના સંબોધનમાં તેમનો ઉલેખ્ખ કરી તમામ આહવાન કર્યું હતું, કે દર મહિનાની નવમી તારીખે જન્મ લેનાર દીકરીઓની કોઈપણ ફીસ ન લે તો ખુબજ સારું તેના કારણે “બેટી બચાઓ બેટી પઢાઉ ના અભિયાન ને ખુબજ બાળ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!