અમદાવાદ મા ઐતિહાસિક ઘટના ગુજરાતમાં પ્રથમ વખત બ્રેઇન ડેડ દર્દીના બન્ને હાથ, ફેફ્સાનું દાન
માનવતા એજ પ્રભુતા! હાલમાં જ એક એવી ઘટના બની છે કે, તમને જાણીને નવાઈ લાગશે કે, અમદાવાદ મા ઐતિહાસિક ઘટના ગુજરાતમાં પ્રથમ વખત બ્રેઇન ડેડ દર્દીના બન્ને હાથ, ફેફ્સાનું દાન કરવામાં આવેલું ખરેખર આ ઘટના માનવતા માટે એક મિશાલ રૂપ છે, પરતું અનેક લોકો માટે પ્રેરણાદાયક છે. સુરત અંગ દાનમાં મોખરે છે, ત્યારે ફરી એક ઘટના અમદાવાદમાં બની હતી. ત્યારે તમને અમે જણાવીએ આ ઘટના કંઈ રીતે બની.
ગુજરાતમાં પ્રથમ ઘટના છે કારણ કે, આ પહેલા સમગ્ર દેશમાં સંભવિત વર્ષ 2015 માં પ્રથમ વખત બન્ને હાથનું દાન સ્વીકારીને પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતુ. અત્યાર સુધીમાં 5 કિસ્સામાં આ પ્રકારની સફળતા મળી છે. જ્યારે વિશ્વ સ્તરે આ પ્રકારના 110 કિસ્સા નોંધાયા છેગુજરાતમાં પ્રથમ વખત બન્ને હાથના દાન મેળવવામાં પણ સફળતા મળી હતી.
જ્યારે સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત બન્ને ફેફ્સાનું પણ દાન મળ્યુ હતુ. બ્રેઇનડેડ અરૂણભાઇનું હ્યદય અને બન્ને કિડનીનું પણ દાન મેળવવામાં સફળતા મળી હતી પરતું પ્રથમ વખત કોઈ દર્દીના બંને હાથોનું દાન કરવામાં આવ્યું હતું. ત્યારે આ ગુજરાતમાં પ્રથમ ઘટના છે.બન્ને હાથ મુંબઇ સ્થિત હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા જયપુરના 22 વર્ષીય યુવકને પ્રત્યારોપણ માટે ગ્રીન કોરિડોર મારફતે મોકલવામાં આવ્યા હતા
. હ્યદય અને ફેફ્સાને ગ્રીન કોરિડોર મારફતે ચેન્નઇ મોકલવામાં આવ્યા. બન્ને કિડનીને અમદાવાદ સિવિલ મેડિસીટી સ્થિત કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવી હતી.વિજીયાદશમીના શુભ અવસરે અંગોનું દાન કરવામાં આવેલુંઅરૂણભાઇ નડીઆદના વતની હતા. તેઓને મગજના ભાગમાં ગાંઠ થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.
જ્યાં તેઓ બ્રેઇનડેડ જાહેર થતા સિવિલ હોસ્પિટલની SOTTO ની ટીમ દ્વારા અરૂણભાઇના પરિવારજનોને અંગદાન માટે સમજાવવામાં આવ્યા અને અંગ દાન કરવામાં સહમત થયા. હાથોના દાન સ્વીકાર્યા બાદ કોઇ એક જ જરૂરિયાતમંદ વ્યક્તિમાં બન્ને હાથનું પ્રત્યારોપણ કરવામાં આવતું હોય છે. ગુજરાત રાજ્યમાં આ પ્રકારની પ્રથમ ઘટના બની રહી હતી. .
