મોરબીના ડાયરા મા બ્રીજરાજદાન ગઢવીએ આ વ્યક્તિને ખુલ્લો પડકાર ફેંક્યો અને કીધુ કે ” જબ મોદી…
હાલ ના સમય મા સોસીયલ મીડીઆ નો જમાનો છે અને જેના કારણે અવનવા વિવાદો ના મુદ્દા ઓ સામે આવે છે જેમા પહેલા દેવાયત ખવડ અને બ્રીજરાજ દાન ગઢવી નો વિવાદ સામે આવ્યો હતો જ્યારે બાદ બન્ને વચ્ચે સમાધન થયું હતું જ્યારે હાલના સમય મા કમા નો વિવાદ તો ચાલી જ રહ્યા છે ત્યા ફરી એક વખત બ્રિજરાદ ગઢવી નુ ચોંકાવનારુ નિવેદન સામે આવ્યુ છે.
સૌપ્રથમ આપને જણાવી દઇએ કે બ્રીજરાજદાન ગઢવી કોણ છે ?? બ્રીજરાજદાન ગઢવી ગુજરાતના ખ્યાતનામ લોક સાહિત્યકાર ઈશરદાન ગઢવી ના પુત્ર છે અને હાલ ગુજરાત મા લોક ડાયરા ના લોકપ્રિય કલાકાર છે જેવો એ હાલ અસદુદ્દીન ઔવેસીને પડકાર ફેંક્યો છે. બ્રિજરાજદાન ગઢવીએ PM મોદીના સમર્થનમાં ચોંકાવનારું નિવેદન આપ્યું કે, હૈદરાબાદનું હનુમાનગઢ થશે, તમને ખબર પણ નહી પડે તેવુ કિધુ હતુ.
જો આ અંગે વિગતે વાત કરવા મા આવે તો મોરબી મા એક લોક ડાયરો યોજાયા હતો જેમા ગુજરાતના જાણીતા લોક ગાયકો બ્રિજરાજદાન ગઢવી, સાગર ગઢવી અને પૂનમબેન ગોંડલિયા હાજર રહ્યા હતા આ મંચ પર થી બ્રીજરાજદાન ગઢવી ઔવેસીને કહ્યું કે, જબ મોદી હિમાલય મેં ચલા જાયેગા, ઓર યોગી મઠ મેં ચલા જાયેગા, તો ફીર તુમ્હે કૌન બચાને આયેગા. મને કહેવા દો કે નરેન્દ્ર મોદી તારો બાપ છે. એ તારા હૈદરાબાદને ક્યારે હનુમાન ગઢ કરી નાંખશે એ સપને ય વિચાર નહિ કરી શકે. ઈ અમારો યોગી છે, ઈ અમારો યોગી છે. હુ ભાજપમાં નથી, નથી કોંગ્રેસ કે નથી આપ, કે નથી અપક્ષમાં. હુ ચારણ છું. મને ગમે તેને કહેવાનો અધિકાર છે.
જ્યારે આ ડાયરા ના પ્રોગ્રામ મા અન્ય કલાકારો એ પણ સંતવાણી ની રમઝટ બોલાવી હતી અને નોટો નો વરસાદ થયો હતો જ્યારે હાલ આ વિડીઓ લોકો સોસીયલ મીડીઆ પર ખુબ શેર કરી રહ્યા છે અને લોકો ના અલગ અલગ મંતવ્યો આ બાબતે જોવા મળી રહ્યા છે ત્યારે આપનું શુ કહેવું છે તે કોમેન્ટ બોક્સ મા જરુર જણાવજો.