ઘરે પરિવારને મળવા આવેલ બીએસએફનો જવાનનું રોડ રોડ અક્સ્તમાતમાં મોત થતાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપી.
જ્યારે એક જવાન શહિંદ થાય છે, ત્યારે જે દુઃખ થાય છે તે માત્ર પરિવારને જ નહિ પરંતુ દેશના દરેક નાગરિકોને પણ દુઃખદ અને ગર્વની લાગણી અનુભવાઈ છે.આપણે સૌ કોઈ જાણીએ છે કે, જ્યારે જવાનનું પાર્થિવ દેહ માદરે વતને આવે છે, ત્યારે ગામના દરેક લોકો તેમને અંતિમ સલામી દેવા આવે છે. આ અંતિમ સંસ્કારમાં આખું ગામ સહભાગી થઇને જવાનને વિદાય આપે છે. રોજ અનેક જવાનો શહિંદ થાય છે, આ તમામ વીર ધન્યતા ને પાત્ર છે જેઓ પોતાના પ્રાણની પરવહા કર્યા વગર ની સ્વાર્થ ભાવે પણે દેશની રક્ષા કરવા દેશની શહહદ પણ તૈનાત રહે છે. ત્યારે આજે આમ આપને એક એવા જ જવાનની વાત કરીશું જેનું અકસ્તમાતમા મુત્યુ પામતા વિર ગતિ પામી છે.
આ ઘટના વિષે અમે આપને સંપૂર્ણ માહિતી આપીએ. હાલમાં જ જાણવા મળ્યું છે કે, બીએસએફમાં પશ્ચિમ બંગાળની સીમા પર ફરજ બજાવતા મનસુખભાઈ વસાવા પોતાની ફરજ દરમિયાન રજા મૂકી વતન ઉમરપાડાના સુતખડકા ગામે આવેલ હતા પણ તેમને ક્યારેય સપનામાં નહિ વિચાર્યું હોય કે, આવો દિવસ પણ આવશે અને એક જ પળમાં તેઓ પોતાના પરિવારને છોડીને સદાય માટે ચાલ્યા જશે અને આ મુલાકાત તેમની અંતિમ મુલાકાત બની રહેશે. આ ઘટના વિષે સંપૂર્ણ માહિતી આપીએ તો, આ જવાન પોતાના પરિવાર ને મળવા આવ્યા હતા.
આ જવાના બાઇક લઇને ઘરેથી કામ અર્થે ડેડીયાપાડા જઈ રહ્યા હતા, એ દરમિયાન ડેડીયાપાડાથી નેત્રંગ રોડ પર માસકુવાની હદમાં અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારતા તેઓ બાઇક ન.જી.જે.૫-જીએ-૯૬૨૨ સાથે રોડ પર પટકાયા હતા અને આ ગંભીર ઘટના બનતા તેઓ ઈજાગ્રસ્ત થયેલ અને આ ઘટનાની જાણ ત્યાંથી પસાર થતાં વાહન ચાલકે 108ને ફોન કરતા ડેડીયાપાડા સીએચસી ખસેડા્યા હતા, પરંતુ ત્યાં તેમની હાલત વધુ ગંભીર જણાતા સરદાર હોસ્પિટલ બારડોલી ખાતે ખસેડ્યા હતા. ગંભીર ઇજાઓ હોવાને કારણે તેઓનું મોત નીપજ્યું હતું.
તેમના પત્નીએ દ્વારા ડેડિયાપાડામાં પોલીસમાં ફરિયાદ આપી છે. સુતખડકા ખાતે ગાર્ડઓફ ઓનર આપી સન્માન આપી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને આ અંતિમ ઘડી ખુબ જ દુઃખ દાયક હતી, એ જવાને પોતાનું જીવન દેશની સેવા કરવામાં વિતાવ્યું અને હજુ પણ પણ તેઓ દેશની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરત પણ અચાનક આવી રીતે તમેનું અકળાએ મુત્યુ થતા તેમની ખોટ તેમના પરિવારને અને દેશને પણ રહેશે. આ ઘટના ખુબ જ દુઃખ દાયક છે, તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને વીર જવાનને કોટી કોટી વંદન.
