સુરતના જાણીતા બિલ્ડર અનિલભાઈ પટેલ આપઘાત કરી લીધો ! સ્યૂસાઇડ નોટ મા લખ્યું કે “મારા મોત નુ કારણ…
આજ નો દિવસ ગુજરાત માટે ખુબ જ ભારે રહ્યો છે આજે ગુજરાત મા અપમૃયુ ના ત્રણ બનાવો એવા સામે આવ્યા છે જેના કારણે સમગ્ર ગુજરાત મા દુખની લાગણી ફેલાઈ છે આજે સવારે પોલીસકર્મી કુલદિપસિંહ એ પોતાના પરીવાર સાથે સામૂહિક આપઘાત કર્યો બાદ મા બપોરે એક મહીલા એ સુરત મા આપઘાત કર્યો જ્યારે હવે સુરત અડાજણ ના જાણીતા બિલ્ડર ના આપઘાત ના સમાચાર મળતા જ અરેરાટી વ્યાપી ગઈ હતી.
ઘટના અંગે વિગતે વાત કરવા મા આવે તો અડાજણ વિસ્તારમાં રહેતા બિલ્ડર ૪૮ વર્ષિય અનિલ રમણભાઇ પટેલે સોમવારે રાત્રે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી હતી. બિલ્ડર અનિલભાઈ એ આપઘાત કરતા પહેલા ત્રણ પાના ની સ્યુસાઇડ નોટ પણ લખી હતી અને તેમા તેવો એ જણાવ્યુ હતુ કે તેવો શા કારણે આપઘાત કરી રહ્યા છે.
ઘટના અંગે વધુ મા જણાવા મળ્યુ હતુ કે બિલ્ડર અનિલભાઈ પટેલ એ પોતાના ભાગીદારો શંકરકાકા, ગણપતકાકા અને ફોઇના દિકરા જતીન સાથે પાલ ખાતે કલ્યાણા રેસીડન્સીનું પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જેના હિસાબ મામલે અનિલભાઈ ને માનસીક રીતે ત્રાસ આપતા હોવાને કારણે તેણે આપઘાત કરી જીવન ટુકાવ્યું હતુ.
અનિલભાઇએ સુસાઇડ નોટમાં લખ્યુ હતુ કે ‘‘મારા મોતનું કારણ શંકર કાકા, ગણપત કાકા અને જતીન છે, બિલ્ડર અનીલભાઇ પટેલે મરતા પહેલા ત્રણ ભાગીદારોના નામ લખ્યા હતા.જ્યા કલ્યાણઆ રેસીડેન્સી પ્રોજેક્ટના ભાગીદાર શંકર કાકા,ગણપત કાકા,અને જનીતનો ઉલ્લેખ કર્યો છે.જ્યાં તેઓ એ વધુમાં લખ્યું છે કે ઉપરોક્ત ત્રણેય ભાગીદારોને કારણે હું. આ પગલું ભરી રહ્યો છું. જતીન મને છેલ્લા ત્રણ મહિનાથી માનસિક ત્રાસ આપી રહ્યો છે.અને તેમના કારણે માટે કસ્ટમરને રોજ નવા નવા બહાના બનાવવા પડે છે.અને વેપારીઓને મોઢું બતાવવું પણ મારે મુશ્કેલ બન્યું છે.જેથી હું આ પગલું ભરી રહ્યો છે. હાલ આ મામલે પોલીસે ગુન્હો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.