India

નામચીન બિલ્ડર ને ઘર પાસે જ ધડાધડ ગોળીઓ ધરબી હત્યા કરી દેવામા આવી ! સમગ્ર ઘટના સીસીટીવી મા કેદ….

દિવસેને દિવસે હત્યાઓના બનાવ બની રહ્યા છે, ત્યારે હાલમાં જ નામચીન બિલ્ડર ને ઘર પાસે જ ધડાધડ ગોળીઓ ધરબી હત્યા કરી દેવામા આવી ! સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ, ત્યારે ચાલો અમે આપને આ ઘટના વિશે વધુ વિસ્તુત માહિતી આપીએ કે કંઈ રીતે આ હત્યાનો બનાવ બન્યો અને કોણ છે, આ બિલ્ડર જેની આવી રીતે હત્યા કરવામાં આવી. ચાલોબા ઘટના વિશે અમે આપને સંપૂર્ણ માહિતી આપીએ.

મુંબઈ એ માયાનગરી ની સાથે ડોનની કૃખ્યાત લોકો માટે પણ એટલી જ જાણીતી છે. ત્યારે હાલમાં જ નાંદેડના નામચીન બિલ્ડર સંજય બિયાણીની તેમના ઘર બહાર જ અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી નાંખી છે. આ બનાવ બાદ તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સંજય બિયાણીના ડ્રાઇવરને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ઘટના સ્થળે પોલીસનો કાફલો પહોંચી ચૂક્યો છે. અનુમાન લગાવી રહ્યા બિયાણીની હત્યા ખંડણીને કારણે કરવામાં આવી છે.પોલીસે હત્યાનો ગુનો નોંધીને સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT)ની રચના કરી દીધી છે. હત્યારાઓનો શોધવા માટે પોલીસે CCTV ફુટેજ ખંગોડવાના શરૂ કરી દીધા છે. પોલીસ CCTVની મદદથી આરોપીઓના ઘટના સ્થળ સુધી આવવાના અને ત્યાંથી ભાગવાના બધા માર્ગોનું બારીકીથી તપાસ કરી રહી છે.પોલીસે કહ્યું હતું કે હત્યારાઓએ દેશી પિસ્તોલનો ઉપયોગ કર્યો છે.

જે નાંદેડ અને આજુબાજના ગેંગસ્ટર માટે એક સામાન્ય હથિયાર છે. પોલીસે કહ્યું હતું કે જે રીતે હુમલાખોરોએ બિલ્ડર પર ગોળી વરસાવી છે એ જાતો એવું લાગી રહ્યું છે કે આ પ્રોફેશનલ ક્રિમિનલનું કમ છે. વિગત મુજબ નાંદેડના બિલ્ડર સંજય બિયાણી સવારે 11-30 વાગ્યે શારદા નગરમાં આવેલા પોતાના ઘરમાં જઇ રહ્યા હતા. હત્યારાઓએ તેમના માથામાં અને શરીર પર આડેધડ ફાયરીંગ કરી દીધું હતું. જેને કારણે તેમનું મોત થયું છે.વિમંતલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને SIT તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!