Gujarat

માં અંબાજીનાંયાત્રાળુઓને કાળ ભરખી ગયો! 40 મુસાફરો ભરેલી બસ પલટી ખાઈ ગઈ, ડ્રાઇવરે હદય કંપાવી એ એવી આપવીતી જણાવી..

ગુજરાતમાં રોડ અકસ્માતના અનેક બનાવો બનતા હોય છે, ત્યારે હાલમાં જ એમ ભંયકર ઘટના બની, જેના વિશે તમે ક્યારેય સ્વપ્નમાં પણ ન વિચારી શકો. આ દુઃખદ ઘટના અંગે વધુ વિગતો જાણીએ તો સિદ્ધપુર નજીક બ્રાહ્મણવાડા પાસે 40 મુસાફરો ભરેલી બસ પલટી જતાં કંડક્ટરનું મોત, 35 મુસાફરો ઘાયલ કર્યા છે. આ દુઃખદ ઘટના અંગે મળેલી માહિતી મુજબ સિદ્ધપુર-ઊંઝા હાઇવે ઉપર આ ઘટના ઘટી.

આ બસમાં પાલનપુર છોટાઉદેપુર બસમાં 40 જેટલામુસાફરોહતા.જેમાં અંબાજીથી યાત્રા કરીને આવી રહેલા યાત્રાળુઓ, પાલનપુર શહેરમાંથી મુસ્લિમ સમાજના લોકો વધુ હતા. અન્ય છોટાઉદેપુરના પણ મુસાફરો બેઠેલા હતા તેવું જાણવા મળ્યું હતું.

વાત જાણે એમ છે કે, બ્રાહ્મણવાડા નજીક એસટી બસનું સ્ટિયરિંગ લોક થતાં ડ્રાઈવરે કાબૂ ગુમાવતા બસ રોડની સાઈડમાં ચોકડીમાં પલટી મારી જતાં 35થી વધુ મુસાફરોને ગંભીર ઇજાઓ પહોચી હતી. ઘટના સ્થળે બસના કંડક્ટરનું મોત થયું હતું. બસ પલ્ટી મારતાં અંદર સવાર મુસાફરોનીભયજનક બૂમાબૂમ અને બસના ધડાકાભેર અવાજ રસ્તા પર ગુંજી ઉઠ્યો હતો.

અક્સ્માતમાં એક પુરુષનું મોત તેમજ 35 મુસાફરોને ગંભીર ઇજાઓ પહોચી હતી.રસ્તા પર પસાર થતા વાહન ચાલકો બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢી 2 એમ્બ્યુલન્સ સહિત ખાનગી વાહનોમાં તાત્કાલિક ઈજાગ્રસ્ત મુસાફરોને સિદ્ધપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડ્યા છે. 10 જેટલા મુસાફરોની ગંભીર હાલત હોય વધુ સારવાર માટે ધારપુર ખસેડ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

​​​​​​​અકસ્માતના પગલે સિદ્ધપુર ડીવાયએસપી સહિતના પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.​​​​​​​ ડ્રાઈવર ભુપતભાઈ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે બસનું અચાનક સ્ટિયરિંગ લોક થઈ ગયું હતું જેથી બસ કાબુમાં ના રહી અને પલટી મારી ગઈ છે. વધુ કંઈ જણાવ્યું ન હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!