Gujarat

રાજકોટ મા સીટી બસ અને બાઈક વચ્ચે થયો ગંભીર અકસ્માત ! સમગ્ર ઘટનાક્રમ સીધી ટીવી મા થયો કેદ…જુઓ વિડીઓ

રાજ્યમાં જો છેલ્લા થોડાક સમયથી વાત કરવામાં આવે તો દિવસેને દિવસે અકસ્માતોની ઘટના વધતી જ જઈ રહી છે, રોજ કોઈને કોઈ તો એવી અકસ્માતની ઘટના સામે આવતી જ હોય છે જેમાં અમુક વખત અડફેટે આવનાર વ્યક્તિ ગંભીર ઇજા પામતો હોય છે તો અમુક વખત જેતે વ્યક્તિને જીવ ગુમાવાનો વારો આવતો હોય છે, એવામાં રાજકોટ શહેરમાંથી અકસ્માતની આ ઘટના સામે આવી છે જેમાં યમદૂત સમાન રસ્તા પર દોડતી સીટી બસે એક બાઈક ચાલકને ટક્કર મારી દીધી હતી.

જણાવી દઈએ કે શહેરના આનંદ બઁગલા ચોક નજીક બપોરના સમયે આ અકસ્માત થયો હતો જેમાં એક બેફામ સીટી બસ ચાલકે રિક્ષાને ઓવરટેક કરવાના ચક્કરમાં પૂરપાટ ઝડપે બસ ચલાવી હતી, બસ ચાલકની આવી બેફામતાને લીધે સામે રસ્તેથી આવતા બાઈક ચાલક આ બસની જપેટમાં આવ્યો હતો અને પોતાની ગાડી સાથે લગભગ 5 ફૂટ જેટલો ફંગોયાળો હતો.

આ ઘટના બનતાની સાથે જ સ્થાનિકો અને ત્યાંથી ગુજરાત રાહદારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તરત જ આ યુવકને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યો હતો. અકસ્માતનો આ આખો બનાવ સીસીટીવીમાં કેદ થયા હતા જેની ક્લિપો હવે સામે આવી છે. રાજકોટ શહેરમાં આ પેહલી વખત નથી બન્યું આની પેહલા પણ કોઈ સીટી બસ કે ઇલેક્ટ્રિક બસે આવી બેફામ રીતે જ બસ ચલાવીને સર્જ્યો છે.

સીસીટીવી ફુટેજમાં જોઈ શકાય છે કે બપોરના 3.47 વાગે આનંદ બઁગલા ચોક નજીક રસ્તા પર લોકોની અવર જવર થઇ રહી હતી એવામાં ત્યાંથી નવી શરૂ થયેલી ઇલેક્ટ્રિક બસ રિક્ષાને ઓવરટેક કરવાના ચક્કરમાં ખુબ ઝડપી રીતે બસ ચલાવી હતી, પણ ઓવરટેક ન થતા સામેથી બાઈક પર આવતા યુવક આ બેફામ બસ ચાલકની જપેટે આવી ગયો હતો. હાલ આ બેફામ બસ ચાલક વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે, કારણ કે આતો યુવકના સદનસીબ કહેવાય કે તે બચી ગયો નહિતર આવું બીજા કોઈ વ્યક્તિ સાથે પણ થઇ શકે છે જેમાં ફક્ત ઇજા જ નહીં પણ જીવ પણ જઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!