પ્રેમિકાના વિરહમાં પ્રેમીએ બસ સ્ટેન્ડ મા જ આપઘાત કરી લીધો ! બસ સ્ટેન્ડના ફ્લોરિંગ પર સ્યુસાઇડ નોટ મા લખ્યુ કે
પ્રેમ એ જીવનનું અભિન્ન અંગ છે એવું તો ન કહી શકાય પરતું પ્રેમ તમારા જીવનનો સઠવારો છે. પ્રેમ થઈ જવો અને એ પ્રેમને પામવો એ જ મનેચ્છા ન હોવી જોઈએ. આજના સમયમાં આપણે જાણીએ છે કે, અનેક યુવાનો યુવતીઓ પ્રેમને ખાતર પોતાનો જીવ ગુમાવી દે છે. ત્યારે હાલમાં જ એક યુવાને પ્રેમના વિરહમાં પોતાનું જીવન ટૂંકાવી દીધું. જ્યારે તમે આ યુવાની આત્મહત્યા વિશે સાંભળશો ત્યારે તમારું હૈયું પણ દ્રવી ઉઠશે.
ચાલો અમે આપને જણાવી આ ઘટના વિશે કે, કંઈ રીતે એક યુવાને પ્રેમમાં વિરહમાં પોતાનું જીવન ટૂંકાવી દીધું. હાલમાં દિવસે મેં દિવસે પ્રેનના લીધે આવી ઘટનાઓ સામે આવે છે, ત્યારે આ યુગલો એ ભૂલી જાય છે કે, જીવનમાં પ્રેમ ન મળવો એનો મતલબ એવો નથી કે જીવનમાં આગળ તમેં કંઈ કરી નહિ શકો.
નંદુરબાર જિલ્લાના ધડગાંવ રાજ્ય પરિવહન નિગમના બસ સ્ટેન્ડ પર એક યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. મહત્વની વાત એ છે કે, આ યુવકની હજી ઓળખ થઈ શકી નથી પોલીસ તપાસ હાથ ધરવામાં આવ્યો હતો. સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, નંદુરબાર જિલ્લાના ધડગાંવ ગામના બસ સ્ટેન્ડ પર શુક્રવારે રાત્રીના સમયે 23 વર્ષીય અર્જુન નામના એક યુવકે લોખંડ ની એંગલ સાથે કમર નો પટ્ટો બાંધી તેના વડે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવી દીધું હોવાનો બનાવ નોંધાયો હતો.
જ્યારે વહેલી સવારે બસ સ્ટેન્ડ પર મુસાફરો એ આ દ્દશ્ય જોયું તો પોલીસ ને જાણ કરી અને આ દરમિયાન ધડગાંવ બસ સ્ટેન્ડ ની ફ્લોરિંગ પર અશુદ્ધ હિંદી ભાષામાં ચોક થી લખેલી એક સુસાઇડ નોટ મળી આવી હતી.જે સુસાઇડ નોટ માં આત્મહત્યા કરનાર યુવકે પ્રિયંકા (નામ બદલ્યું છે) નામની યુવતી સાથે પ્રેમ હોવાની વાત લખી હતી અને પ્રેમમાં નિષ્ફળતા મળતાં તેણે આત્મહત્યા કરી એવું જણાવેલ.
યુવકે સુસાઇડ નોટમાં લખ્યું કે, તુમસે બહોત પ્યાર કરતાં, તેરે લીએ બહુત લખા ખાયા હે.દો દિન સે ભુખા રિયા ખાલી પાણી પિયા હે. શાલતાં તક નેહી જાતા થા ઇતની ભુક્તિ મુઝે તેરે લીએ. આઈ લવ યુ પ્રિયંકા , મેં તુમસે કભી નેહી ભૂલ પાઉંગા જલ્દી લે કે જાવુંગા તુઝે પ્રિયંકા , નહીં દેખે બીના પુસા ઉસે પેલે મારૂંગા પ્રિયંકા દેખના શાય ઇસક બાત આના એક. મેં ઉસકે લીએ માં પિતા સે ભી જાદા પ્યાર કિયા હે ઉસે. મેરે પરિવાર કુ કભી દુઃખ મત દેના. આઈ લવ યુ પ્રિયંકા . અર્જુન કભી જાયેગા નય જાયેગા પ્રિયંકા જાયેગા ગયા
.
આત્મહત્યા કરનાર યુવક ના કપડાં ના ખિસ્સા તપાસતાં તેમાંથી તેની ઓળખ થાય એવી કોઈ પણ ચીજવસ્તુ કે ઓળખપત્ર મળી આવ્યો ન હતો જેથી તેની ઓળખ શક્ય બની ન હતી. ઓળખ માટે સોશિયલ મીડિયા નો સહારો લીધો છે.જેથી કોઈ ઓળખતું હોય તો પોલીસ ને જાણ કરવા અપીલ કરી હતી. હાલમાં આ યુવાને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે, ત્યારે તેમના પરિવારજનો આ વાત થી અજાણ જ હશે.