9 ધો.ભણેલ વ્યક્તિ એ કરીયાણાનો ધંધો છોડીને આ કામથી આજે લાખો રૂપિયા કમાઈ છે.
ધંધાદારી તો ગુજરાતીના લોહીપણામાં રહેલું છે. જો તે ઈચ્છે તો દાંતણ વેચીને કરોડો રૂપિયા કમાઈ શકે છે. ત્યારે આજે આપણે એક એવા યુવાન વિશે વાત કરીશું જેમને પોતાનો ઘરનો કરિયાણા નો ધંધો છોડીને એક એવા વ્યસાયમાં ઝંપાવ્યું કે આજે તેં લાખો રૂપિયા કમાઈ શકે છે.વ્યક્તિ જો ધારે તો પોતાનામાં રહેલ કોઠા સુઝ અને આવડત થી અશક્ય ને પણ શક્ય કરીને જીવનના સફળતા મેળવી શકે છે.હાલમાં જ એક યુવાન માત્ર પોતાની એક વિધા જમીનમાં પશુપાલન વ્યવસાય દ્વારા લાખો રૂપિયા કમાઈ રહ્યો છે. આ ઘટના ખૂબ જ સરહાનીય અને ગર્વ જેવી કહેવાય કે આજના સમયમાં યુવકો જ્યારે આધુનિકતા તરફ વળ્યા છે.
ત્યારે આ યુવાન પોતાની આવડત થી લાખો રૂપિયા કમાઈ રહ્યો છે. લક્ષ્મણભાઈ ચૌધરીએ પુરવાર કરી બતાવ્યું છે. 23 વર્ષ સુધી કરિયાણાનો વેપાર કરનાર યુવાને વેપાર છોડી 10 જેટલી ગાયોના પશુપાલન થકી વર્ષે રૂ.9.67 લાખનું દૂધ ભરાવે છે.પુનાસણ ગામના લક્ષ્મણભાઈ જોઈતારામ ચૌધરી માત્ર 9 ચોપડી ભણેલા છે.આમ પણ કહેવાય છે ને જીવનમાં ભણતર કરતાંય ગણતર વધારે કામ આવે છે. 9 ચોપડી ભણનાર યુવાન કોઠા સૂઝ દ્વારા કંઈ પણ મોટું રોકાણ કર્યા વગર લાખો રૂપીયા કમાઈ રહ્યો છે. વર્ષ1994માં કરિયાણાની દુકાન શરૂ કરી, પણ ઉધારના ધંધાથી આવક ન દેખાતાં 2017માં કરિયાણાનો ધંધો ભાઈને સોંપી પશુપાલન વ્યવસાય અપનાવ્યો..
આમ કહેવાય ને ફળ જોઈતું હોય તો પહેલા બિજ રોપવું પડે એવી જ રીતે આ ભાઈએ રૂ.5 લાખનું રોકાણ કરી રાજસ્થાનથી પંજાબી બ્રિડની 9 એચએફ અને 1 દેશી કાંકરેજ ગાય લાવી તબેલો શરૂ કર્યો. દોઢ વીઘા જમીનમાંથી અડધા વીઘામાં તબેલો બનાવી એક વીઘા જમીનમાં બુલેટઘાસ વાવ્યું. ઘાસનો બગાડ થાય નહીં તે માટે ઘાસકટર, ગાયો દોહવા મિલ્કિંગ મશીન વિકસાવ્યું. આજે વાર્ષિક રૂ.9.67 લાખનું દૂધ મંડળીમાં ભરાવે છે.
મહેસાણા તાલુકામાં એચએફ ગાય સરેરાશ 5 થી 6 લિટર દૂધ આપે છે. પશુપાલનની પડતર ઉંચી જતાં નજીવો નફો મળે. તેથી મેં પંજાબી બ્રિડની સારી ઓલાદની ગાયો ખરીદી દૈનિક 20 લિટર દૂધ મળે છે. જેથી દૂધની આવક પૈકી 50 ટકા નફો મળે છે. વાર્ષિક 8.64 લાખનું દૂધ, ડેરી દ્વારા 30 ટકા પ્રમાણે 1.03 લાખનો નફો અને છાણિયા ખાતરમાંથી રૂ.42 હજારની આવક પ્રમાણે કુલ રૂ.10.09 લાખ જેટલી વાર્ષિક આવક થાય છે. તેમાં 50 ટકા માર્જીન ગણીએ તો રૂ.5 લાખની આવક થાય છે.ખરેખર આજના યુવાનો માટે આ પ્રેરણાદાયક વાત છે.
