Entertainment

નોકરી છોડીને બે યુવતીએ ઓન-લાઈન ગાઈ ભેંસ વેચવાનું કામ શરૂ કર્યું, આજે 556 કરોડની કંપની

જીવનમાં કંઈ પણ અશક્ય નથી. જો તમે કંઈ પણ ધારો તો અશક્ય ને પણ શક્ય કરી બતાવી શકો છો, પરતું બસ માત્ર આત્મવિશ્વાસ અને મહેનત જરૂરી છે. આજના સમયમાં માત્ર દીકરાઓ જ નહીં પરંતુ દીકરીઓ પણ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે.એક સમય એવો હતો જ્યારે લોકો દીકરીને બોજ સમજતા હતા પરંતુ આજે સમાજમાં દિકરીઓ મહત્વનું કાર્ય કરી રહી છે અને દેશ અને પરિવારનું નામ રોશન કરી રહી છે. ખરેખર આ ઘટના કોઈ સામાન્ય નથી. દરેક યુવાનો અને યુવતીઓ માટે પ્રેરણા દાયક છે.

આજે અમે આપને જણાવીશું બે એવી બહેનપણી વિશે જેમને સાથે મળીને શરૂ કરેલ ધંધો આજે કરોડો રૂપિયાનો વ્યાપાર બની ગયો છે. ત્યારે ખરેખર આ વાત કોઈ સામાન્ય નથી.આ બે યુવતીઓ આઈ.આઈ.ટી દિલ્હી માંથી અભ્યાસકરેલ બે યુવતીએ ઓનલાઈન ગાયભેંસ વેચવાનું સ્ટાર્ટઅપ શરુ કર્યું. આસ્ટાર્ટઅપ ની હાલ ની વેલ્યુ 556 કરોડ રૂપિયાની છે. ત્યારે ખરેખર આ ઘટના ખૂબ જ લોકપ્રિય છે.

આ વાત જાણીને નવાઈ લાગશે! આવું જ તેમના પરિવાર વિચારેલું જ્યારે તેમના પરિવારને કહ્યું કે અમે બને ગાય અને ભેંસ ઓન લાઈન વિચારવાનું નક્કી કર્યું અને આજે આ કામ થી કરોડો રુપિયા કમાઈ છે.આ બંને યુવતિઓ આઈ.આઈ.ટી. દિલ્હી માંથી અભ્યાસ કરેલ અને એનીમોલ(Animall) ની સ્થાપક નીતુ યાદવ અને કીર્તિ જાંગરા નામની યુવતીઓની.આ એપ દ્વારા ઓન લાઇન પશુ ખરીદી તો શકાય છે સાથો સાથ ઓનલાઈન પશુઓની સારવાર પણ થઈ શકે છે. અનેક લોકો આ એપનો લાભ ઉઠાવ્યો છે.

નવેમ્બર 2019 બન્ને યુવતીઓ એક સારી એવી જોબ છોડીને ઓનલાઈન ગાય-ભેંસ વેચવાનુંસ્ટાર્ટઅપ શરુ કર્યું. તેમનું કહેવું છે, કે શરૂઆત માં પરીવારજનો ને આ સ્ટાર્ટઅપ માટે સહમત કરવા ખૂબ મુશ્કેલ હતાં.હાલ સુધીમાં આ યુવતીઓ ના સ્ટાર્ટઅપ એનીમોલને ટોટલ રુપીયા 150 કરોડની ફંડિંગ મળી છે. અને રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, ઉત્તરપ્રદેશ, અને બિહાર રાજ્ય બાજુનાં પશુ-પાલકો આ એપ નો બહળો ઉપયોગ કરે છે. આ એપ નાં કુલ 50 લાખ ડાઉનલોડ છે. અને આજ સુધીમાં 5 લાખ થી વધારે પશુઓની આ એપ થી લે-વેચ થઈ છે અને ખરેખર આ બિઝનેસ તેમને ફડયો ખરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!