Gujarat

બુટલેગરનો નવો કીમીયો જુઓ ! લાખો રુપીઆ નો દારુ LCB ની ટીમે એવી રીતે ઝડપી લીધો કે….

જ્યાર થી ગુજરાતના બોટાદ મા કેમિકલ કાંડ થયો છે ત્યાર થી જ પોલીસની દારુ બાબતે કડક વલણ જોવા મળી રહ્યુ છે. ખાસ કરી ને ગુજરાત ના દરેક મોટા શહેરો મા સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દારુના અડ્ડાઓ પર રેડ પડાઈ રહી છે અને હવે સ્થાનિક પોલીસ પણ ઘણી એક્ટીવ જોવા મળી રહી છે. ત્યારે હાલ જ મોરબી મા પણ લાખો રુપીઆ નો દારુ નો જથ્થો LCB ની ટીમ દ્વારા ઝડપી લેમાવા આવ્યો હતો.

આ અંગે વિગતે વાત કરવા મા આવે તો મોરબી ના માનસર ગામની સીમમાં નારણકા રોડ પર થી 2.04 લાખ નો દારુ નો જથ્થો ઝપડી પડાયો છે. બુટલેગરો એ દારુ ની હેરફેર અને સંગ્રહ માટે પાણીના ટેન્કર મા દારુ જથ્થો છુપાવ્યો હતો જ્યારે પોલીસ ટેન્કર અને ટ્રેકટર સાથે મળી કુલ 7.54 લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટ્રેક્ટર માલિક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

જ્યારે અન્ય એક જગ્યા એ થી Lcb ની ટીમ દ્વારા મોટો દારુ નો જથ્થો ઝડપી પાડ્યો હતો જેમા મોરબી એલસીબીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે પીપળી ગામની સીમમાં આવેલ રોયલ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ પ્લોટ નંબર 17 વાળા ગોડાઉનમાં તેમજ શનાળા ગામે જીઆઈડીસી નીતિન ઝોન વિસ્તારમાં આવેલ ઉમા પ્લાસ્ટિક પાસે શક્તિ મેટેલાઈઝીંગ ગોડાઉન સામે ધર્મેશભાઈ પ્રજાપતિના ગોડાઉનમાં રેડ કરી હતી જયા મોટા પ્રમાણ મા દારુ નો જથ્થો મળી આવ્યો હતો.

સ્થળ પર રેડ દરમિયાન પોલીસે કુલ બોટલ નંગ 1896 કિંમત રૂ. 9 લાખ 34 હજાર 620નો દારૂનો જથ્થો, 2 બોલેરો પીકઅપ કાર, એક બાઈક, 4 મોબાઈલ મળીને કુલ રૂ. 20 લાખ 04 હજાર 620ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!