બુટલેગરે બાઈકમા એક બે નહી પુરી 67 બોટલ એવી રીતે છુપાવેલી હતી કે જોઈ ને પોલીસ પણ ચકરાઈ ગઈ
આજકાલ દારૂની ખુબજ હેરાફેરી થતી હોય છે. અને તેમાં પણ બુટલેગરો અલગ અલગ કિમીયા અપનાવતા હોય છે. તેમાં તેમના આ ઉપાયોથી પોલીસ પણ ખૂબ જ આશ્ચર્યમાં મુકાઇ જાય છે, તેમાં બે બુટલેગરો દિવ અને સોમનાથ થી આવતા હતા ત્યારે રાજ્યમાંજ બુટલેગર પાડોશી રાજ્યો તથા તેના સંઘપ્રદેશમાં થી ગેરકાયદેસર રીતે દારૂ અંદર લાવવા માટેના નવા નવા કિમિયા અપનાવતા હોય છે, અને દર વખતે પોલીસ આ પ્રકારના અલગ-અલગ કીમિયા અપનાવનાર ને ઝડપી પાડે છે. ત્યારબાદ તેમનો પર્દાફાસ પણ કરે છે. આવો જ એક કિસ્સો દીવ થી ગીર સોમનાથ જિલ્લામાં દારૂ લાવવા માટે અપનાવેલા નવા કિમિયા ના આધારે એલસીબી ટીમે તેમનો પર્દાફાસ કર્યો છે અને તેમને પકડી પાડયા છે.
આ બુટલેગરોએ પોતાની મોટર સાયકલમાં જે જગ્યા હતી ત્યાં દારૂની બોટલો છુપાવી હતી, અને તેના આધારે જ મળતી માહિતી અનુસાર ગીર અને સોમનાથ જિલ્લાના ઉના થી કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખૂબ જ નજીક પડે છે અને તેમાં જિલ્લામાં થઇને ગુજરાતમાં દારૂ લાવવાના પ્રયાસો થતાં જ રહે છે.આમ જિલ્લા પોલીસની ખૂબ જ સારી સતર્કતાના કારણે દારૂ અંદર લાવતા બુટલેગરોને તેઓ ઘણી બધી વખત પકડી પાડે છે, તેમાં વધુ એક વખત કેન્દ્ર શાસીત પ્રદેશ દીવમાં થી ઉનામાં લવાતા દારૂ સાથે બે આરોપીને જિલ્લા ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડયા છે. અને પોલીસને મળતી માહિતી અનુસાર આ બંને આરોપી કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં થી ઉના માં દારૂ આવતા હતા અને તેની માટે તેમને એક નવો જ પ્રકારનો ઉપાય અપનાવ્યો હતો જેને જોઇને પોલીસ નો પૂરો સ્ટાફ ખૂબ જ આશ્ચર્યમાં મુકાઇ ગયો હતો.
આ બુટલેગરોએ પોતાની બાઈક માં ચોરખાનું બનાવ્યું હતું અને તેમાં દારૂની હેરાફેરી કરતા હતા. આમ ગીર સોમનાથ એસીબીની ટીમ જ્યારે ઉના તાલુકામાં પેટ્રોલિંગ કરતી હતી તે વખતે ખાપટ ગામે આવતા જ તેમને માહિતી મળી હતી કે બે વ્યક્તિઓ બાઈકમાં ચોરખાનું બનાવીને દીવ તરફથી ઇંગ્લિશ દારૂ લઈને ઉના તરફ આવી રહ્યા છે. અને તેમાં પોલીસ ખાપટ ગામના પાટિયા પાસે તપાસ માટે રહેતા હતા તે વખતે જ ડબલ સવારી મોટરસાયકલ પર પસાર થતા બે વ્યક્તિઓ ઉપર તેમને શંકા ગઈ હતી તેમાં મનીષ કીશનભાઇ બાંભણીયા (ઉ.વ.19), જયેશ ધીરૂભાઇ કામળીયા (ઉ.વ.25) બન્ને રહે. કોડીનાર ઉપર તેમને શંકા જવાથી તેમને ઊભા રાખ્યા હતા અને મોટર સાયકલ માં તેમને સીટ નીચે તપાસ કરી ત્યારે પેટ્રોલની ટાંકીમાં તથા સાઈડ બાજુ બનાવેલ ચોર ખાના માં વિદેશી દારૂ આવ્યો હતો.
અને પોલીસે આ દારૂનો જથ્થો બહાર કાઢ્યો હતો અને તેને અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલ ની ગણતરી કરી હતી. તેમાં અલગ અલગ બ્રાન્ડની કુલ 67 બોટલો નીકળી હતી અને 3350 રૂપિયા મળી આવતા જપ્ત કરવામાં આવી હતી. અને આ દારૂના જથ્થા સિવાય મોટરસાયકલ પણ મળી હતી તે અઢાર હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી અને તેમનો ગુનો ઊના પોલીસમાં નોંધાવવામાં આવ્યો હતો અને તેમની પાછળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આમ બુટલેગરો અલગ-અલગ ઉપાયો અપનાવો તો હોય છે અને દર વખતે નવા નવા કિમિયા બહાર પડતા હોય છે, આમ નોંધનીય છે કે ગીર સોમનાથના ઉના થી નજીક પડતાં માંથી દારૂ લાવવા માટે બુટલેગરો અલગ-અલગ કીમિયા અપનાવે છે, અને થોડા સમય પહેલા અમેઝોન ના પાર્સલ મારફતે કેરીના બોક્સ માં દારૂ લાવવા માટેનો કીમિયો પોલીસે પર્દાફાશ કર્યો હતો, અને તે બુટલેગરોને વિદેશી દારૂ સાથે જ ઝડપી લેવામાં આવ્યા હતા.