બુટલેગર દારુ નો માલ એવી જગ્યા એ છુપાવ્યો કે ભલભલા પોલીસ વાળા ગોથું ખાઈ જાઈ ! પરંતુ લોકલ ક્રાઈમ બ્રાંચ ની ટીમે એવી રીતે…
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દિવસે ને દિવસે દારૂના અનેક બનાવો બનતા હોય છે, હાલમાં જ બુટેલેગરો એ દારૂ ની હેરાફેરી કરવા માટે એવો નૂસખો અપનાવ્યો કે જાણીને ચોંકી જશો. પોલીસથી બચવા માટે ખાસ અવનવી તકનીકનો ઉપયોગ કરે છે. પરંતુ પોલીસની નજરથી બચી શકતા નથી.
વાત જાણે એમ છે કે, મહીસાગર જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે, બુટલેગરો દ્વારા દારૂ લઈ જવામાં આવી રહ્યો છે, જેથી મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના રામ પટેલના મુવાડા ગામ પરથી પસાર થતી ઇકોની તપાસ કરેલ જેથી કારની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કારમાં ચોર ખાનું બનાવી વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે, આ કારમાં ફિટ કરેલ CNG બોટલમાં દારૂ ભરી લઈ જવાતો હતો.
બાતમી આધારે LCBએ ટીમ બનાવી વાહન ચેકીંગ હાથ ધરાયુ હતું, ત્યારે વાહન ચેકીંગ કરી રહ્યા હતા જ્યાં બાતમી મળેલ ઇકો કાર ત્યાંથી પસાર થતા પોલીસે તેને ઉભી રાખી તાપસ હાથ ધરી હતી. ઇકો કાર ચેક કરતા કારના CNG બોટલમાં તથા કારમાં બનાવેલ ચોર ખાનામાંથી ભારતીય બનાવટની કાચની નાની મોટી મળી કુલ 454 નંગ બોટલો મળી આવી હતી.
આ ઘટનામાં ઇકો લઈને જતા ઈસમ લોકેશ ગણેશલાલ ભોઈ રહેવાસી લોહારિયા તાલુકો ગઢી જિલ્લો વાસવાડા રાજસ્થાન અને બીજો ઈસમ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર આમ બંનેની પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
જેની અંદાજીત કિંમત રૂપિયા 54599 હતી. તેમજ બે ઇસમો કારમાં સવાર હતા બંને ઈસમોની ધરપકડ કરેલ તેમજ દારૂની હેરફરી માટે ઉપયોગમાં લેવાયેલ ઇકો કાર, અંગઝડતીમાંથી મળેલ 2 મોબાઈલ તથા રોકડ રૂપિયા 2000 મળી કુલ 2,66,599 રૂપિયાનો મુદ્દામાલ ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો