Gujarat

બુટલગરો પર નિર્લિપ રાયની કડક નજર થી આ શહેરમાં નકલી દારૂ બનવાની ફેક્ટરી ઝડપાઇ! આટલી કિંમતનોં દારૂ..

છેલ્લા દસ દિવસ થી ગુજરાતમાં દારૂ અંગે વધુ ચર્ચાઓ અને અનેક ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. આપણે જાણીએ છે કે, હાલમાં જ લઠ્ઠાકાંડ બન્યો છે, જેમાં ઝેરી દારૂ પીવાથી અંદાજીત 100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ઘટનાને પગલે પોલીસ વધુ કડક થઇ છે અને નકલી દારૂ વેચનારોની ધરપકડ કરવામાં આવી રહી છે. હાલમાં જ આણંદ નજીકથી ડુપ્લીકેટ વિદેશી દારુ બનાવટી ફેકટરી પર થાપા માર્યા.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, બોટાદના કથિતલ લઠ્ઠાકાંડ બાદ નિર્લિપ્ત રાય ખુદ નજર રાખી રહ્યાં છે. હાલમાં જ આણંદ પોલીસ દ્વારા પ્રોહિબીશન ડ્રાઇવ અનુસંધાને કામગીરી કરવામાં આવી રહીં છે. આ દરમિયાન પી.એસ.આઇને ચોક્કસ બાતમી મળી હતી કે, ભેટાસી સ્થિત બા ભાગમાં રહેતા સુરેશ ઉર્ફે ચકો માળી તેના ભેટાસી સ્થિત વાંટા સીમ માંડવાપુરા તરફ જવાના રોડ ઉપર કેનાલ પાસે આવેલા ખતેરમાં બોરકુવાની ઓરડીમાં ભારતીય બનાવટના ડુપ્લીકેટ વિદેશી દારુ બનાવી વેચાણ કરે છે.

બાતમીના આધારે આંકલવ પોલીસે સ્થળ ઉપર દરોડો પાડી ડુપ્લીકેટ વિદેશી દારુ બનાવી વેચાણ કરનાર સુરેશ ઉર્ફે ચકોને ઝડપી પાડ્યો હતો. તેમજ ઘટના સ્થળેથી. 35 લીટરના એક એવા 12 પ્લાસ્ટીકના કેરબામાં દારૂ બનાવવાનું કેમીકલ પ્રવાહ જેની કિંમત રૂ. 2,10,000 છે. તેમજ દારૂની ખાલી, ભરેલી બોટલો સહિત કૂલ રૂ. 2,59,576નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.પોલીસે આ મામલે સુરેશ ઉર્ફે ચકોની પ્રાથમિક પુછતાછ કરતા રાજસ્થાનના અમૃતલાલ હેમચંદજી જૈનની પણ સંડોવણી સામે આવી હતી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!