બુટલેગરની કરામત જોઈ પોલીસ વાળા પણ ચકરાઈ ગયા ! રીક્ષા મા દારુ એવી જગ્યાએ છુપાવ્યો હતો કે જોઈ ને આંખો ફાટી રહી જશે
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં બોટાદમાં લઠ્ઠાકાંડની ઘટના બની છે, ત્યારથી સેલ ટીમ અને પોલીસ પોલીસ એક્શન મોડમાં છે. હાલમાં જ એક એવી ઘટના બની છે કે, બુટલેગરની કરામત જોઈ પોલીસ વાળા પણ ચકરાઈ ગયા ! રીક્ષા મા દારુ એવી જગ્યાએ છુપાવ્યો હતો કે જોઈ ને આંખો ફાટી રહી જશે. વાત જાણે એમ છે કે, કેન્દ્ર શાસિત દમણ અને દીવથી દારુની તસ્કરી વિરુદ્ધ સખત પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે.
હાલમાં જ દોઢ લાખ રૂપિયાથી વધારાના દારૂ સાથે 5 લોકોને કસ્ટડીમાં લીધા છે. પોલીસે બાતમીના આધારે વલસાડથી ડુંગરીમાં પેટ્રોલિંગ કરતા ઓટો રિક્ષા ઉપર રેગ્જીન નીચે રાખેલો ગેરકાયદેસર દારૂને જપ્ત કર્યો હતો. તેના ઉપર કવર કરવામાં આવ્યું હતું. આ કીમિયો જોઈને પોલીસ પણ ચોંકી ગયેલી. દારૂની કિંમત દોઢ લાખ રૂપિયાથી વધારે છે. દારૂની તસ્કરી કરનારા 5 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
.26 અને 27 જુલાઇના રોજ બોટાદ અને અમદાવાદ જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી લગભગ 40થી વધુ લોકોના મોત થઈ ગયા હતા. 24 લોકો વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કર્યો હતો, આ અગાઉ વર્ષ 2016માં લઠ્ઠાકાંડ થયો હતો, તેમાં લગભગ 2 ડઝનથી વધારે લોકોના મોત થઈ ગયા હતા. એ સમયે પોલીસ અને સરકારે દારૂમાં મિથેનોલ કેમિકલનો પ્રયોગ કરવાથી મોત થવાનો સંદર્ભ આપ્યો હતો.
ખરેખર બુટેલેગરો પોલિસથી બચવા માટે અવનવા કીમિયો અપનાવે છે, ત્યારે હાલમાં આવા તો અનેક બનાવો સામે આવ્યા છે, ત્યારે ખરેખર રિક્ષામાં આવી રીતે દારૂ સંતાડ્યો એ જોઈને સૌ કોઈ માટે આશ્ચય જનક ઘટના કહેવાય કારણ કે આવો વિચાર તો પોલીસને ન આવી શકે દારૂ આવી જગ્યાએ રાખ્યો હશે. આવા તો અનેક કિમીયાઓ બુટલેગરો અપનાવે છે પણ પોલીસની નજરોથી બચી શકતી નથી