CA યુવકે રડતા રડતા વિડીયો બનાવી પછી કરી લીધો આપઘાત ! સુસાઇડ નોટમાં લખ્યું ‘I LOVE YOU RUPAM…’ અને વીડિયોમાં તો…..
વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો હાલ લોકો કોઈ પણ પગલું ભરતા પેહલા કઈ પણ વિચારતા હોતા નથી, કોઈ મોટું દુઃખ આવી પડતા જ આત્મહત્યાનું પગલું ભરી લેતા હોય છે. એવામાં હાલ આવી જ એક ઘટના સામે આવી છે જેમાં 25 વર્ષીય એક CA યુવકે પેહલા પોતાની પત્ની માટે એક વિડીયો બનાવ્યો હતો અને પછી પોતાના જીવનનો અંત આણ્યો હતો. યુવકનું આત્મહત્યા કરવા પાછળનું ખુબ જ હ્નદયકંપવી દેતું કારણ સામે આવ્યું છે.
પુરી ઘટના 4 જાન્યુઆરીના રોજ જહાજપુરમાં બની હતી જ્યા મુકેશ કુમાર નામના આ યુવકે પોતાના રૂમમાં ગળાફાંસો ખાયને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું, આત્મહત્યા કરતા પેહલા મુકેશે સુસાઇડ નોટ પણ લખી હતી અને બે વિડીયો પણ બનાવ્યા હતા જેમાં તેણે પોતાની આપવીતી જણાવી દીધી હતી અને તેના મૃત્યુના કોણ કોણ જવાબદાર છે તે તમામ વિશે જણાવી દીધું હતું. વિડીયો અને સુસાઇડનોટ અનુસાર જાણકારી પ્રાપ્ત થઇ હતી કે મૃતકની પત્ની રૂપમ બે મહિનાથી તેને છોડીને પિયર જતી રહી હતી.
એટલું જ નહીં મૃતકના સાસરિયા પક્ષના લોકો તેને ખુબ હેરાન કરી રહ્યા છે તેવું આ મૃતક યુવક પોતાના વિડીયોમાં જણાવી રહ્યો છે, હાલ આ ઘટનાને ધ્યાનમાં રાખીને જહાજપૂરના પોલીસ અધિકારી દુલીચંદ ગુર્જરે મૃતકનાના નાના ભાઈ રાધેશ્યામના નિવેદનના આધારે રૂપમના પિતા રામજસ મુંદડા, મહેશ મુંદડા અને અંકિત મુંદડા વિરુદ્ધ આત્મહત્યાનો પ્રયાસ કરવા માટે ઉશ્કેરવાનો અને હેરાન કરવા જેવો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે મુકેશ ટાંકના લગ્ન 20 જાન્યુઆરી 2022ના રોજ થયા હતા.
થોડાક સમય તો બંને રાજી-ખુશીથી રહેતા હતા પરંતુ અચાનક જ મુકેશ કોઈ કામ અર્થે પોતાની પત્ની રૂપમને જણાવ્યા વગર પોતાના ગામ જહાજપૂર આવ્યો હતો, આ વાતથી નારાજ થઇને પત્ની રૂપમ પિયર જતી રહી હતી અને મુકેશ સાથે સંપર્ક તોડી નાખ્યો હતો. મુકેશે રૂપમને સંપર્ક કરવાનો ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ રૂપમ પરત ન ફરી.એવામાં મુકેશે રૂપમને મનાવા માટે વિડીયો પણ બનાવ્યો જેમાં તેણે જણાવ્યું હતું કે રૂપમ ફક્ત એક વખત મારી સાથે વાત કરી લે તેવી અનેક આજીજી કરી હતી. આ વિડીયોનો જવાબ ન મળતા મુકેશે બીજો વિડીયો બનાવ્યો હતો.
આ વિડીયોમાં તેણે જણાવ્યું કે ‘મારું નામ મુકેશ કુમાર ટોક છે. આજે હું સુસાઈડ કરી રહ્યો છું. એનું કારણ રૂપમનો પરિવાર છે. રૂપમના પરિવારના લોકો મને ધમકી આપે છે. મને મારી નાખવાવી ધમકી આપે છે. અવારનવાર મને ધમકી આપે છે. મને હેરાન કરી રાખ્યો છે. મને અવારનવાર કહે છે, મારી છોકરીનો હાથ છોડી દે, તેના ફોટા હટાવી દે, તારે પૈસા જોઈએ તો બોલ, નહીંતર તને ગોળી મારી દઈશું. તને બદનામ કરી નાખીશું. તારા પરિવારને પતાવી દઈશું. હું રોજ મરી રહ્યો છું.’
મુકેશે એક સુસાઇડ નોટ પણ લખ્યો હતો જેમાં તેની આત્મહત્યા પાછળ તમામ જવાબદાર લોકોના નામ લખ્યા હતા અને રૂપમ માટે ‘i love you rupam tank’ લખી તને મિસ કરું છું તેવું લખ્યું હતું. મૃતકે જણાવ્યું હતું કે’જગદીશચંદ્ર મુંદડા, રામજસ મુંદડા, રૂપમની માતા કૌશલ્યા, પાર્થ, મહેશ કુમાર, ભાવના મુંદડા, નીરજ માહેશ્વરી અને વિશાલ મુંદડાએ મને હેરાન કરતા હતા. વિશાલે મારી પાસે ઘણા પૈસા લીધા છે. અવારનવાર મેં પૈસા આપ્યા છે. રૂપમ તું વિશાલભાઈ પાસેથી પૈસાનો હિસાબ લેજો. તું પરિવારને પૂછજે… મને આટલી ધમકી કેમ આપી. તને જાણ ન થવા દીધી રૂપમ, તારી પાછળ શું થઈ રહ્યું હતું. મને અવારનવાર ટોર્ચર કર્યું, આથી હું પોતાને જ પતાવી રહ્યો છું. તારા પરિવારના લોકો આરોપી છે. તે લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. રૂપમ તને કોઈ કંઈ નહીં બોલે. આમાં રૂપમનો કંઈ વાંક નથી. બધો વાંક રૂપમના પરિવારનો છે.