India

એક ફોન આવ્યો ને અમદાવાદ ની મહીલા એ 89 લાખ રુપીઆ ગુમાવ્યા ! થયો એવો સાયબર ફ્રોડ કે જાણી ને હચમચી જશો

દિવસેને દિવસે અનેક સાઇબર ક્રાઇમ સામેં આવી રહ્યા છે, ત્યારે હાલમાં જ અમદાવાદમાં સાઇબર ક્રાઇમમાં એક ચોંકાવનારી ફરિયાદ આવી હતી. આ ઘટનામાં જાણવા મળ્યું હતું કે, એક ફોન આવ્યોને મહીલા એ 89 લાખ રુપીયા ગુમાવ્યા ! એવી રીતે થયો સાયબર ફ્રોડ કે જાણી ને હચમચી જશો. તમે પણ ચેતી જજો. કોઈપણ ફોન આવે તો ચેતી જજો. આ ઘટના અંગે વધુ વિગતો જણાવીએ.

અમદાવાદમાં દિવ્યાંગ મહિલાને ફોન આવ્યો કે તમારી નોકરી નક્કી થઈ ગઈ છે, તમારે પૈસા ભરવા જોશે પરંતુ મહિલાએ ના પાડી ફોન કટ કરી દીધો હતો. પરંતુ થોડા સમય પછી ઇન્કમટેક્સ વિભાગથી ફોન આવ્યો કે તમારા નામથી ચેક આવ્યા છે. કરોડોના ચેક આતંકવાદીઓના ખાતામાંથી આવ્યા છે. તમારા નામથી અમને બે ચેક મળ્યા છે જેમાં ચાર કરોડ રૂપિયા અને એક કરોડ રૂપિયાથી વધુની રકમ છે. જે રૂપિયા આતંકવાદીઓના ખાતામાંથી આવ્યા છે.

તમારે દિલ્હી આવું પડશે અથવા અમારી ટીમ તમારે ત્યાં આવશે અને તમને લઈ જશે. આ બધું સાંભળી રહેલાં બેન ગભરાઈ ગયાં ફોન કટ થયા બાદ થોડા સમય પછી બીજા એક વ્યક્તિનો ફોન આવ્યો અને કહ્યું કે હમણાં તમને જે ફોન આવ્યો હતો તે ઇન્કમટેક્સ વિભાગમાંથી આવ્યો હતો.તમારા વતી અમે રૂપિયા ભરી દઈશું પણ તમને જ્યારે નોકરી મળે ત્યારે તમારે પૈસા પરત આપવા પડશે.તમે તેનું સેટલમેન્ટ કરી દો તો તમારા બે ચેક પાછા આપી દેશે. જેથી આ મહિલા ગભરાઈ ગયાં અને તેમણે 89.47 લાખ રૂપિયા અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કર્યા હતા. જે અંગે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં તેમણે અમદાવાદ સાઇબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો

અમદાવાદ સાઇબર ક્રાઈમના ACP જીતુ યાદવે જણાવ્યું હતું કે, થોડા સમય અગાઉ અમદાવાદની એક મહિલા જે તેની માતા સાથે એકલી રહે છે અને પરિવારથી સુખી-સંપન્ન છે. પરંતુ એકલાં રહેતાં હોવાથી તે એકાઉન્ટ લખવાનું કામ કરતાં હતાં. આ દરમિયાન તેમને એક ફોન આવ્યો અને નોકરી ડોટ કોમમાં તેમને નોકરી મળી છે તેવું જણાવીને તેમને ડરાવી અને ધમકાવી છેતવામાં આવ્યા હતા.

તમામ તપાસ કર્યા બાદ મલાડમાં રહેતા દિલીપ રામનાથ મિસ્ત્રીની ધરપકડ કરી છે. જેની પૂછપરછમાં તેની સાથે દિલ્હીની ગેંગ પણ જોડાયેલી હોવાની વિગતો સામે આવી રહી છે. હાલ તેની પાસેથી બોગસ ઇન્કમટેક્સના આઈડી કાર્ડ અને અલગ અલગ મોબાઈલ ફોન મળ્યાં છે. જે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!