કેનેડા મા વધુ એક ગુજરાતી નુ નીધન થયું ! મૂળ સુરેન્દ્રનગરના વતની કર્મીતસિંહ ઝાલા
આપણે જાણીએ છે કે, આનેક યુવાનો અને યુવતીઓ પોતાના સપના પુરા કરવા વિદેશ જાય છે પરંતુ ક્યારેક એવી ઘટનાઓ ઘટી જાય છે, જેના કારણે માતાપિતા પર દુઃખના પહાળો તૂટી પડે છે, હાલમાં જ મૂળ સુરેન્દ્રનગરના વતની અને આણંદ જિલ્લાના બોરસદમાં સ્થાઈ થયેલા યુવકનું કનેડામાં નિધન થયું છે, જેના કારણે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને સૌથી દુઃખ વાત એ છે કે, પોતાના દીકરાનો દેહ પણ ઘરે નથી આવ્યો. યુવાનના મૃતદેહને પરત લાવવા કાર્યવાહી શરૂ થઇ છે.
ચાલો અમે આપને આ ઘટના અંગે વધારે માહિતી આપીએ, મૂળ સુરેન્દ્રનગરના વતની અને આણંદ જિલ્લાના બોરસદમાં રહેતો કર્મીતસિંહ ઝાલા કેનેડામાં અભ્યાસ અર્થે ગયેલ પરંતુ બ્રેઇન સ્ટોક આવતા મૃત્યું થયું છે. પોતાના સપના પુરા કરવા ગયો હતો પરંતુ આજે તેનો મૃતદેહ પરત આવે એજ માતા પિતા માટે સપનું બની ગયું. કર્મીતસિંહ ઝાલાના મૃતદેહને પાછા લાવવા તેમના માતાપિતાએ સરકારને વિનતી કરી છે.
કર્મીતસિંહ ઝાલાનું મૃત્યુના સમાચાર સાંભળી કર્મીતસિંહ ઝાલાના પરિવારમાંનો શોકનો માહોલ છવાઈ ગયો હતો અને તેમણે મૃતદેહને ભારત લાવવા ઈચ્છે છે માટે તેઓએ વિદેશમંત્રી પાસે મદદ પણ માગી હતી. આ સમગ્ર ઘટના બાબતે વિદેશમંત્રી એસ જયશંકરે પણ પરિવારને આશ્વાસન આપ્યું છે. પરિવાર ઘેરા શોકમાં હોઈ વિદેશ મંત્રીના આશ્વાસનથી પરિવારનું મનોબળ વધ્યું છે. વિદેશ મંત્રીના આશ્વાસનથી પરિવાર પુત્રના મૃતદેહને જોવાની ઈચ્છા પૂર્ણ થવાની આશા સેવી રહ્યું છે.
ખરેખર આ દુઃખ બનાવ છે, વિચાર કરો કે એ માતા પિતાની વેદના શું હશે જેમને પોતાના દીકરાને સપના પુરા કરવા મોકલ્યો હતો કે દીકરો ભણીગણીને મોટો માણસ બનીને પાછો આવશે પરંતુ ભગવાને એવો ખેલ રચ્યો કે આજે દીકરાનો મૃતદેહ પણ માતા પિતા નથી જોઈ શકતા. આપણે ઈશ્વરને પાર્થના કરી કે જલ્દીથી યુવાનનો મૃતદેહ ભારત પરત ફરે અને તેની દિવ્ય આત્માને શાંતિ અર્પે તેમજ પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે.