કેનેડામાં આદિત્ય ગઢવીનાગરબા કાર્યક્રમમાં ચાહકો થયા ગુસ્સે! આદિત્ય ગઢવીએ કાર્યક્મ રદ્દ કરીને ચાહકોની માફી માંગતાને કહ્યું કે….
હાલમાં જ્યાં જુઓ ત્યાં ગરબાની રમઝટ હતી. નવરાત્રી અને શરદપૂનમના એવસરે પણ વિદેશમાં ગુજરાતી કલાકારો ધૂમ મચાવી રહ્યા હતા. ત્યારે હાલમાં જ ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર આદિત્ય ગઢવીનો ટોરેન્ટોના ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે આદિત્ય ગઢવીના ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્ર્મને લઈને આદિત્ય ગઢવીના ફેન્સ ખુબ જ નિરાશ થયા છે અને સોશિયલ મીડિયામાં પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે, આ ઘટના અંગે સંપૂર્ણ માહિતી જાણીએ કારણ કે, આદિત્ય ગઢવીએ વિડીયો દ્વારા પોતાનું નિવેદન આપ્યું છે. ડબલ લોકોને પાસ ઈસ્યૂ કરી દેવાતા ભીડ ઉમટી હતી. જેના પગલે આદિત્ય ગઢવીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને બીજો શો રદ કર્યાની જાણ કરી હતી અને ચાહકોની માફી માગી હતી.
8 ઓક્ટોબરે આદિત્યનો પહેલો શો હતો અને આયોજકોએ ક્ષમતા કરતાં બમણી સંખ્યામાં લોકોને પાસ આપ્યા હતા. આ વાતની જાણ આદિત્યને અડધો કાર્યક્રમ પૂર્ણ થયો ત્યારે જાણ થયેલી. આ કારણે સ્ટેજ પરથી આદિત્યે આયોજકોને ટિકિટનું રિફંડ કરવા માટે ત્યારે એનાઉન્સ પણ કરી દીધું હતું. આ તમામ બનાવ પાછળ એક જ માત્ર કારણ એ છે કે,મોટી સંખ્યામાં આદિત્યના ગરબામાં લોકો ગરબે ઘૂમવા ઉમટ્યા હતા. પરંતુ ક્ષમતાં કરતાં વધુ પાસ વેચીને આયોજકોના મિસમેનેજમેન્ટને પગલે રસ્તા પર 3 હજાર લોકો કાર્યક્રમ સ્થળની બહાર હતા. જેથી પોલીસ પણ દોડી ગઈ હતી. જેને પગલે આવો કિઓસ્ક થતાં આદિત્યએ બીજો શો રદ કરી દીધો હતો.
શો રદ કરવા બાબતે આદિત્ય ગઢવીએ કહ્યું કે, નમસ્કાર, જય માતાજી. મિત્રો ગઈ કાલે ટોરેન્ટોમાં અમારું પર્ફોમન્સ હતું. 8 તારીખનું અને લોકોએ ખૂબ જ એન્જોય કર્યુ, ખૂબ મજા આવી. પણ સાથો સાથ ઓર્ગેનાઈઝર અને અહીંયાની ટીમ હતી, એના મિસ કેલ્ક્યુલેશનના કારણે જે કંઈ હોય, એના કારણે ઓવર ક્રાઉડેડ થઈ ગયેલી સ્પેઈસ અને ધેર વોર અ લોટ ઓફ પીપલ કે જેને એન્ટ્રી ના મળી અને એમને પાછું જવું પડ્યું. અને બધી આ તકલીફો જે થઈ રહી હતી, એના વિશે મને બિલકુલ ખ્યાલ ન્હોતો. હું સ્ટેજ પર હતો અને મને બ્રેકમાં ખબર પડી કે તે છતાંય તે મેં લોકોની લાગણીને માન આપી અને ગઈ કાલે પર્ફોમ કર્યું. પણ આજે અગેન સેમ સિચ્યુએશન થઈ રહી છે.
ઓર્ગેનાઈઝરે જે રીતના ટિકિટ સેલ કરી છે, એ રીતના મને એવું લાગે છે કે ઇટ ઈઝ બેકમિંગ ઓવર ક્રાઉડેડ અને લોકોની એન્ટ્રી નથી થઈ રહી અને આઇ ડોન્ટ વોન્ટ કે મારા પ્રેમના કારણે તમે લોકો આવતા હોય મને સાંભળવા માટે, તમે આવતા હોય અને તમને કોઈ ઇનકન્વીન્સ થાય તમને કોઈ પણ પ્રકારની તકલીફ થાય. એટલે આજે હું એ વેન્યુ પર પર્ફોમ નથી કરવાનો. કારણ કે આઇ ડોન્ટ વોન્ટ કે ગઈ કાલે જે સિચ્યુએશન થઈ એ સેમ સિચ્યુએશન. આજે પણ થાય તમને લોકોને તકલીફ પડે. દૂર દૂરથી લોકો આવતા હોય, એ લોકોને તકલીફ પડે. એટલે આજે હું આ મેસેજ ખાસ મૂકું છું. આઇ એમ નોટ પર્ફોર્મિંગ એટ ધ ઇન્ટરનેશનલ સેન્ટર ડ્યૂ ટુ ધિસ સિચ્યુએશન ઓર્ગેનાઈઝરની જે મિસ કેલ્ક્યુલેશન જે કંઈ ગણતરીમાં ભૂલ થઈ છે, એના કારણે તમને લોકોને તકલીફ ના પડે એટલે વી આર અવોઈડિંગ.
આ ઘટના અંગે સૌ કોઈ ગુસ્સે થયા હતા કારણ કે, લોકો પાસેથી પૈસા લીધા છતાં પણ તેમને એન્ટ્રી ન મળી. આયોજકોએ ક્ષમતા કરતા વધુ 5000 પાસ વેચ્યાં જેથી લગભગ 3000 લોકો બહાર રાહ જોતા હતા. જે લોકો ગરબા રમવા માટે લાઈનમાં ઊભા હતા અને ગરબા રમ્યાં વિના જ પરત ફર્યા હતા, આ ઘટનામાં આયોજકોએ ક્ષમતા કરતા વધુ ટિકિટો વેચવાની હિંમત કરી અને લોકો ઉમટ્યા એટલે પોલીસ બોલાવી. લોકોએ કહ્યું કે આ માત્ર $30ના રિફંડની વાત નથી પરંતુ આટલી ટિકિટો વેચવી જ ન જોઈએ જો તમારી પાસે આટલી ક્ષમતા ન હતી.