Gujarat

કેન્સરગ્રસ્ત પિતાનું નિધન થતા દીકરી કર્યું એવું દાન કે, જાણીને તમે દિકરી પર ગર્વ અનુભવશો…

એક પિતા માટે દીકરી કંઈ પણ કરી શકે, તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે, દીકરી ! હાલમાં જ એક દુઃખ ઘટના બની જેમાં કેન્સરની બીમારી થી પીડાતા પિતાનું દુઃખ નિધન થતા જ દીકરી મહત્વનું દાન કર્યું છે. આવું દાન ભાગ્યે જ કોઈ દિકરી કરી શકે છે. ચાલો અમે આપને આ ઘટના વિશે સપૂર્ણ વીગતો જણાવીએ. ખરેખર આ ઘટના જાણીને તમારી આંખમાં પણ આંસુઓ આવી જશે.

આમ પણ કહેવાય છે ને કે, સૌંદર્યએ સ્ત્રીનું આભૂષણ હોય છે અને સુંદરતા માં વધારો કરે તેમના કેશ.હાલના સમયમાં મહિલાઓ કેન્સર સર્વાઇવર દર્દીઓ માટે વાળ અર્પણ કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.હાલના જ વિરમગામની અમી શ્રીમાળીએ મહેસાણાના વિસનગર ખાતે આવી હેર ડોનેટ કર્યા હતા.સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,પોતાના પિતાના નિધન બાદ કેન્સર પીડિત મહિલા દર્દીઓ માટે પોતાના વાળ દાન કર્યા હતા.

આ દાન કરેલ વાળથી કેન્સર પીડિત મહિલાની વિગ બનાવવા ઉપયોગમાં લેવામાં આવનાર છે. આ યુવતીનાં પિતા 8 વર્ષથી કેન્સર પીડિત દર્દી હતા, આ યુવતી પિતા સાથે રહેતી હતી એ દરમિયાન હોસ્પિટલમાં કેન્સર પીડિત મહિલાઓ પણ એડમિટ હતી. જ્યાં મહિલાઓના વાળ ખરી જતા હોય છે અને મહિલાઓ બહાર નીકળતા પણ શરમ અનુભવતી હોય છે એ દરમિયાન યુવતીએ વાળ દાન કરવાનું વિચાર્યું હતું.

યુવતીએ કહ્યું હતું કે તે બોય કટ રાખતી હતી, કેન્સર પીડિત મહિલા દર્દીઓને જોયા બાદ મને તેઓ માટે હેર ડોનેટ કરવા હતા અનવ વાળ વધારવા 2 વર્ષ લાગ્યા બાદમાં સોસિયલ મીડિયા દ્વારા હેર ડોનેટ કરતી સંસ્થાનો સંપર્ક કરી આજે મેં વિસનગર ખાતે હેર ડોનેટ કર્યા હતા.હેર ડોનેટ કર્યા બાદ યુવતી કેપ નહિ પહેરે કારણ કે કેન્સર પીડિત દર્દીઓના વાળ હોતા નથી અને તેઓ બહાર નીકળતા શરમ અનુભવતા હોય છે. જેથી હું આવું કરું તો દર્દીઓમાં બહાર નીકળવાની હિંમત મળે. દીકરી નાં પિતા પણ કેન્સર ગ્રસ્ત હતા. તેમની યાદમાં તેને પોતાના વાળ દાનમાં આપ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!