બાળક કાર માથી પડી ગયું અને કાર પણ જતી રહી પછી જુવો વિડીઓ મા આગળ શુ થયુ.??
આ જગતમાં કહેવાય છે ને કે, જેને રામ રાખે તેને કોણ ચાખે! હાલમાં જ એક સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક બાળક ચાલુ ગાડી માંથી પડી જાય છે, છતાં પણ એ બાળક ને કંઈ પણ નથી થતું અને પોતે ઉભો થઈને પોતાની મા ની કાર પાછળ દોડવાનું શરૂ કરે છે. આ દ્રશ્ય જોઈને પહેલા તો કોઈને વિશ્વાસ ન આવે કે એક જ ઘડીમાં આ શું થઈ ગયું.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, કારમા બાળકો પોતાની મોજમાં જ હોય છે અને આવા સમયના માતાપિતાનો ખાસ ધ્યાન રાખવું જોઈએ. ક્યારેક ન બનાવાનું બની જાય છે. આપણે અવારનવાર જોયું છે કે, કારમાં બાળકો પાછળ ડેકિમા કે કાચની બારી પાસે ઉભેલા હોય છે. તેમની આ લાપરવાહીના લીધે ક્યારેક જીવ પણ જય શકે છે.
હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમા બાળક નો કોઈ જ વાંક નથી પરંતુ હા એટલું જરૂર કહી શકાય કે કારમાં બેઠેલા અંદર માતા જે ઍટલી પણ ખબર ન પડી કે તેનું પોતાનું બાળક બહાર પડી ગયું છે અને તેની કારની પાછળ દોડી રહ્યું છે. એક તરફ આ કાર ની પાછળ બીજા અનેક વાહનો આવી રહ્યા હતા જેમાં બાળક નું મુત્યુ પણ થઈ શક્તું હતું.
આ વીડિયો શરૂઆતમાં જોતા તમને સમજાશે નહિ કે આટલી ઘડીમાં આવડો મોટો બનાવ કંઈ રીતે બની ગયો. તમે વિડિયોમાં જોઈ શકો છો કે, દરેક કાર રોડ પરથી પસાર થઈ રહી છે અને એક સફેદ રંગની કાર આવે છે અને તેની સ્પીડ ધીમી છે પરંતુ અચાનક કાર માંથી બારી માંથી કંઈક ઉડે છે, બસ આ ઘટના બાદ પાછળની ડેકી માંથી તેનો બાળક ચાલુ ગાડીમાં નીચે કચડાઈ જાય છે. પરતું ચમત્કાર કહેવાય કે આવી ભયંકર ઘટના બનતા એ બાળક એક જ પળમાં ઉભો થયો અને એ પોતાની માતા ની કારની પાછળ દોડ્યો.
આઆ ઘટના જોઈને કોઈ પણ વ્યક્તિની આંખોમાં આંસુઓ આવી જાય શકે તેમ છે. આ તમામ ઘટનાઓ ટ્રાંફિક સિંગનલ પર લાગેલા સીસીટીવી મા કેદ થતા આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો જોઈને સૌ કોઈ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોઈ બાળક નો જીવ બચ્યો તેને ચમત્કાર ગણી રહ્યા છે, જ્યારે કોઈ માતાની લાપરવાહી કારણ કે, બાળક પડી ગયો તેને એ મોડે સમય બાદ અહેસાસ થયો અને કાર રોકીને પોતાના બાળક ને ભેટી પડી.
અને આ ઘટના ખૂબ જ કરુણ છે. આ ઘટના બનાવનું કારણ એ છે કે,ડેકી ની દરવાજો આપો આપ ખુલી જાય છે, વિચારવા જેવું એ પણ છે કે બાળક પાછળ શુ કરી રહ્યો હશે અને તેની મા ને ખ્યાલ નહિ આવ્યો હોય? આ વિડિયો જોઈને તમને આવા વિચારો આવશે પરતું ખુશી ની વાત એ છે કે,બાળક જીવંત છે.
How can this even happen? pic.twitter.com/WXnWLeYIQY
— Shirin Khan (@Shirinkhan0) March 16, 2021