ગોંડલ ના યુવાને પોતાની નવી કાર નો મનપસંદ નંબર મેળવવા અધધધ… આટલા લાખ લાખ રુપીયા….
કહેવાય છે ને કે, શોખ મોટી વસ્તુ છે. માણસ પોતાના શોખ પૂરવા કરવા કંઈ પણ કરી શકે છે. આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરીશું જેને માત્ર પોતાની ગાડીના નંબર લેવા માટે ગોંડલ ના યુવાને પોતાની નવી કાર નો મનપસંદ નંબર મેળવવા અધધધ રકમ ચૂકવી. ચાલો આ ઘટના અંગે આપને જણાવીએ કે આખરે આ યુવાને કેટલી રકમ ચૂકવી. હાલમાં જ્યાં જુઓ ત્યાં આ જ યુવાનની ચર્ચાઓ થઈ રહી છે. સમયની સાથે માણસો હવે પોતાના શોખ પર આધીન રહે છે.
આ ઘટના હાલમાં સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે.
દિવ્યભાસ્કરના અહેવાલો મુજબ જાણવા મળ્યું હતું કે, ગોંડલ શહેરના ખોડલધામ સોસાયટીમાં રહેતા અન ઈન્ડસ્ટ્રીઝમાં ફેક્ટરી ધરાવતા કૌશિક સોજીત્રા દ્વારા રૂપિયા 42 લાખના ખર્ચે નવી ફોર્ચ્યુનર ગાડી ખરીદી હતી. ખાસ વાત એ કે યુવાનને પોતાની ગાડીમાં મનપસંદ 9 નંબર લગાવો હતો. ગાંધીનગર જ્યાં નવી સિરીઝ ખૂલવાની હોય 9 નંબર માટે રૂ. 10,21,000 આરટીઓમાં બિડિંગ કરવામાં આવ્યું હતું નવી ફોર્ચ્યુનર ગાડીમાં GJ 18 BR 0009 નંબરની HSRP પ્લેટ લાગવામાં આવશે.
આમ પણ કહેવાય છે ને કે, વાહનોની ફેન્સી નંબર પ્લેટ એટલે કે ગોલ્ડન અને સિલ્વર નંબર માટે નિયમ મુજબ ઓનલાઈન હરાજી યોજવામાં આવતી હોય છે.જેમાં સૌથી વધુ રકમની બોલી લગાવનારને તેની પસંદગીનો નંબર ઈસ્યુ કરવામાં આવતો હોય છે. ઘણા લોકો પોતાના લકી નંબર માટે પણ બોલી લગાવતાં હોય છે.
યુવાને 42 લાખની નવી ફોર્ચ્યુનર ગાડી ખરીદી હતી અને યુવાન માટે આ નવ નંબરને પોતાનો લકી નંબર માની રહ્યા છે ગત વર્ષે તેઓ દ્વારા નવું બુલેટ ખરીદ કરવામાં આવ્યું ત્યારે પણ તેનો નંબર 9 લેવામાં આવ્યો હતો. આગામી વર્ષોમાં જો અન્ય વાહન પણ ખરીદવામાં આવશે તો 9 નંબર ની પ્લેટ લગાવમાં આવશે એવી જ એની ઈચ્છા છે અને આ માટે જ તેને 9 નંબર માટે આટલી રકમ ચૂકવી.