કાર ચાલકે યુવાનને સ્પીડ ઓછી હોવા છતાં અડફેટે લીધો….હત્યા કે અકસ્માત..
ખરેખર દિવસે ને દિવસે અનેક પ્રકારના બનાવો બની રહ્યા છે, ત્યારે હાલક જ મધ્યપ્રદેશના જબલપુરમાં એક રોડ દુર્ઘટનામાં યુવકનું કમકમાટીભર્યું મોત થયું. ખાસ વાત એ છે કે, યુવક રસ્તો ક્રોસ કરવા જઈ રહ્યો હતો, અચાનક સામેથી આવતી કારે તેને કચડી નાખ્યો. જેના કારણે ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું. ખાસ વાત એ છે કે કારની સ્પીડ વધારે ન હતી.હાલમાં આ ઘટનાના CCTV ફુટેજ સામે આવ્યા છે.
તમે વિડીયોમાં જોઈ શકો છો કે, યુવક રોડની બીજી બાજુ જઈ રહ્યો હતો. ત્યારે તેની જમણી બાજુથી એક સફેદ રંગની કાર આવે છે, જેને જોઈને યુવક ગભરાય જાય છે અને બચવા માટે આગળની તરફ ભાગે છે. જેના કારણે તે કારની ટક્કરથી બચી શકે તેમ છતાં ડ્રાઈવર ગાડી નથી રોકતો અને તેને કચડીને ફરાર થઈ જાય છે.
CCTV ફુટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કારના ડ્રાઈવરે યુવકને બચવાનો મોકો જ ન આપ્યો. પહેલા ટક્કર મારી અને તે પછી કાર યુવક પર ચઢાવીને ભાગી ગયો.યુવકે કારથી બચવાનો પ્રયાસ કર્યો પરંતુ ડ્રાઈવરે બ્રેક ન મારી.હાલમાં આ ઘટના બાદ હજુ સુધી કાર કે તેના ડ્રાઈવરની કોઈ જાણકારી નથી મળી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.