Gujarat

જ્ઞાતજાતના ભેદ ભૂલી માનવતા મહેકી ઉઠી! મુસ્લિમ યુવતીને ડોલીમાં બેસાડીને હિન્દૂભાઈઓ એ નિકાહ કરાવ્યા…

કહેવાય છે ને કે, માનવતા થી મોટો કોઈ ધર્મ નથી! જીવનમાં માનવ સેવા એજ પ્રભુ સેવા છે. આપણે ત્યાં અત્યાર સુધી જ્ઞાતિ જાતિનાં બહુ ભેદભાવ જોવા મળતા હોય છે પરંતુ કહેવાય છે ને કે, આપણા સમાજમાં આજે પણ એકતાનું ઉત્તમ પ્રતીક જોવા મળે છે.હાલમાં જ એક હદય સ્પર્શી ઘટના ઘટી. આ ઘટના વિશે જાણીને તમે પણ ચોંકી જશો.અત્યાર સુધી તમેં આવી ઘટના ભાગ્યે જ સાંભળી જ હશે. આ ઘટના સમાજના દરેક લોકો માટે ઉત્તમ પ્રતીક છે.

આજના સમાજમાં કોમી એકલાસની માત્ર વાતો કરતાં લોકો અને સમાજ માટે ઉદાહરણ પૂરૂ પાડનારી સુખદ ઘટના ખેડામાં બની છે. આ ઘટના દરેક વ્યક્તિઓ એ પોતાના જીવનમાં સ્કારતમક રીતે લઈને જીવનમાં ઉતારવી જોઈએ. વાત જાણે એમ છે કે, જહિન્દુ દીકરીના લગ્નમાં મુસ્લિમ યુવકે ભાઇ તરીકે પૌંસ ભરી હતી અને તેના થી વિશેષ હિન્દુ યુવકોએ ભાઇ બનીને મુસ્લિમ યુવતીના નિકાહમાં તેની ડોલી ઉપાડી હતી. ખેડા જિલ્લાનું ખેડા નગરમાં વારંવાર થતી કોમી અથડામણને લઇને અતિ સંવેદનશીલ વિસ્તાર ગણાય છે. ખરેખર આ ઘટના સમાજના દરેક લોકો માટે ઉત્તમ પ્રતીક સમાન છે.

કોમી એખલાસની લોકો વાતો કરતાં રહે છે ત્યારે ખેડાના જ પરિવારે કોમી એખલાસનું સર્વોત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખેડાના સૈયદવાડા વિસ્તારમાં રહેતા ઝહીરભાઇ મલેકની પુત્રી તંજીલબાનુનો નિકાહ મુસ્લિમ રિતી-રિવાજ મુજબ યોજાયો હતો. જોકે, ઝહીરભાઇના ખાસ મિત્ર હિન્દુ દેવાથી તેઓએ પુત્રીને નિકાહ બાદ ડોલીમાં બેસાડીને સ્ટેજ સુધી લઇ જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

આમ પણ કહેવાય છે ને કે, મિત્રતામાં ક્યારેય પણ ભેદભાવ જોવા નથી મળતા અને મિત્રતા જ્ઞાત જાત અને રૂપ રંગ કે સંપત્તિ જોઈને ક્યારેય નથી થતી. મિત્રતા તો અતૂટ જ્ઞાતો છે જ્યાં મન મળે ત્યાં આપ મેળે મિત્રતાનો સંબંધ બંધાઈ જાય.આમિત્રતામાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. ઝહિરભાઇના મિત્રોએ તેમની આ ઇચ્છાને શિરોમાન્ય કરી અને ભાઇની ફરજ નિભાવી તંજીલબાનુને નિકાહ બાદ ડોલીમાં બેસાડીને સ્ટેજ સુધી લઇ ગયા. આ સમયે ત્યાં હાજર મુસ્લિમ બિરાદરો પણ કોમી એખલાસની આ ક્ષણને કચકડે કંડારવાનું ચૂક્યા ન હતા. એક તરફ અશાંતિ અને અજંપાઓની વચ્ચે આ ઘટના સુખદ શાંતિ બનીને ખેડાના રહીશોના માનસપટ પર સદૈવ જીવંત રહેશે. આવી ઘટના સમાજમાં એકતાની મિશાલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!