રવીન્દ્ર જાડેજાની પત્ની અને સાસુને કોર્ટનો બુલાવો આ કારણે નોંધાવ્યો હતો કેસ! સુનવણી માં…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આખા વિશ્વમાં લોકો દ્વારા ક્રિકેટ ને ઘણી પસંદ કરવામાં આવે છે લોકોને ક્રિકેટના અલગ-અલગ ફોર્મેટ જોવામાં ઘણો રસ હોય છે આપણા દેશમાં પણ લોકો દ્વારા અન્ય રમતો ની સરખામણી એ ક્રિકેટની ઘણું મહત્ત્વ આપવામાં આવે છે લોકોમાં ભારતીય ક્રિકેટ ટીમ ને લઈને પણ જેનો આદર ભાવ છે લોકો તેમની જોવા પસંદ કરી છે પરંતુ હાલમાં ભારતીય ક્રિકેટર ના પરિવાર ની કોર્ટમાં હાજરી ને લઇ અનેક વાતો થઇ રહી છે તો ચાલો આપણે જાણીએ શું છે આખો બનાવ.
મળતી માહિતી અનુસાર હાલમાં જ ભારતીય ક્રિક્ર્ટ ના દિગ્ગજ ખેલાડી અને ભારતીય ટીમના ઓલ રાઉન્ડર એવા રવિન્દ્ર જાડેજાની પત્ની અને તેમના સાસુ સામે જામનગર કોર્ટનું વોરંટ આવ્યું છે. જેને લઈને હાલમાં અનેક વાતો થઈ રહી છે આપણે અહીં આ વોરેન્ટ અને તેને લાગતી અન્ય બાબત અંગે માહિતી મેળવ્શુ.
સૌ પ્રથમ જો વાત રવીન્દ્ર જાડેજા ની પત્ની અને તેમના સાસુ થતાં આ કેશ અંગે કરીએ તો જણાવી દઈએ કે રવીન્દ્ર જાડેજાના પત્ની નું નામ રીવાબા જાડેજા છે કે જેઓ પોતાની માતા સાથે તારીખ 21-05-2018 ના રોજ પોતાની બીએમડબલ્યુ કે જેનો નંબર જીજે-03 ડીએફ 9366 છે તેને લઈને જામનગરના સરુ સેકશન રોડ પર જઈ રહ્યા હતા.
આ સમયે ત્યાંથી પોલીસ હેડકવાટર્સ પાસે અહીંથી પસાર થઈ રહેલા પોલીસ અધિકારી સંજય કરંગીયાની બાઈક રીવાબાની કાર સાથે અથદાઇ હતી. જે પછી રીવાબા પણ ઉભા રહી ગયા હતા. જે બાદ ગુસ્સે ભરાયેલા પોલીસ અધિકારી સંજય કરંગીયાએ રિવાબા સાથે અયોગ્ય વ્યવહાર કર્યો અને તેમના વાળ પકડી ઉપરાંત મોઢા પર જાપટો મારી અને રીવાબાનું માથું કાચ સાથે જોરથી બે ત્રણ વાર અથડાવી ને તેમના પર હુમલો કર્યો હતો.
આ હુમલા ને કારણે રિવાબા ને ઘણી ઈજા પહોંચી હતી. જોકે આ ઘટના બાદ રિવાબા ના માતા પોલીસ અધિકારી સંજય કરંગીયા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને આ ફરિયાદ નું સુનવણી માટે જામનગરની અદાલતમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેને લઈને રિવાબા તથા તેમની માતા સામે સમન્સ ઇસ્યુ થયું હતું.
આ સમયે કોઈક કારણસર સમન્સ પરત ફરતા હતાં. જે બાદ અદાલતે જામીનપાત્ર વોરંટ પણ ઇસ્યુ કર્યા હતું જેની બજવણી ન થતાં છેલ્લે અદાલત દ્વારા રિવાબાનું વોરંટ બજાવવા જામનગરના એસ.પી. તથા તેમની માતાનું વોરંટ બજાવવા રાજકોટ પોલીસ કમિશનરને મોકલવામા આવ્યું છે હાલમાં રિવાબા અને તેમની માતા હાજર ન થતાં કોર્ટ દ્વારા ફરિયાદ સુનાવણી તા.25 માર્ચના રોજ મુલતવી રાખી છે.