કમ્પ્યુટર ઓપરેટર ની નોકરી છોડીને યુવતી તદુરી ચા વેચે છે! રોજના કમાઈ છે આટલા પૈસા…
ખરેખર આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આગળ વધવા માટે ધંધો રોજગાર કરી રહ્યા છે! આજે આપણે એક એવી યુવતી વિશે વાત કરીશું જેને પોતાના જીવનમાં અનેક સફળતા મેળવી અને આજે સુખ સમૃદ્ધિ થી ભર્યું જીવન જીવી રહી છે. ખરેખર તમને વિશ્વાસ નહીં આવે કે, કોઈ આટલું સફળ પણ બની શકે.આજે આપણે વાત કરવાની છે એક એવી યુવાન યુવતી વિશે જે આજે ચા વેચી ને પોતાનું જીવન પસાર કરે છે.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,રંગીલા રાજકોટમાં રુક્સાના હુસૈન નામની યુવતી ‘ધ ચાયવાલી’ નામથી ચાની કીટલી ચલાવે છે.ખરેખર આ યુવતી ખૂબ જ પ્રેરણાદાયી છે. વાત જાણે એમ છે કે, રુક્સાનાએ 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. બાદમાં સબ-રજિસ્ટાર કચેરીમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી શરૂ કરી હતી, પરંતુ એ નોકરી છોડી ચાની કીટલી શરૂ કરી છે.
તમને જાણીને નવાઈ લાગશે કે તે, તંદુરી ચા બનાવવામાં એક્સપર્ટ રુકસાના રોજનું 1 હજારથી વધુ રૂપિયાનું કાઉન્ટર કરી આત્મનિર્ભર બની છે.જ્યારે તે કમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતી હતી ત્યારે માત્ર 4 હજાર રૂપિયા પગાર હતો અને આવી મોંઘવારીમાં 4 હજારમાં કોનું ઘર ચાલે અને આજે રોજના હજાર કમાઈ છે અને તેમાં 500 રૂ. નફો કરે છે.મહિને 15 હજાર કમાણી કરતી થઈ ગઈ છે અને આત્મનિર્ભર બની અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની છે.
ધો-12 પાસ કર્યા બાદ સબ-રજિસ્ટાર કચેરીમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકેનું કામ શરૂ કર્યું હતું. નાની ઉંમરથી જ ઘરમાં ચા બનાવતી હતી અને મારી ચા પીનારા તમામ લોકો મારાં ભરપૂર વખાણ કરતા હતા,આ યુવતીની ઈચ્છા છે કે, તે એક સારી અને મોટી ચાની રેસ્ટોરન્ટ શરૂ કરવાની ઈચ્છા હતી, પરંતુ ઘરની આર્થિક પરિસ્થિતિને કારણે આ શક્ય ન હોવાથી રસ્તા પર કેબિન ખોલવાનું નક્કી કર્યું હતું.જ્યારે આ વિચાર આવ્યો ત્યારે ઘરના લોકો કહ્યું કે છોકરી ચા ની લારી ચલાવે સારૂ લાગે ? આ યુવટીનું સપનું છે જે, આગામી સમયમાં ટી-પોસ્ટની જેમ ‘ચાયવાલી’ નામની બ્રાન્ડ ઊભી કરવી પોતાનું સપનું છે.ખરેખર આ ખૂબ જ સરહાનીય વાત છે.
