વાલિઓની ઊંઘ ઉડાડી દે તવો કિસ્સો! બે વર્ષ ના બાળક ના પેટ માથી એવી વસ્તુ નીકળી કે જોઈ આંખો ફાટી જશે…જુઓ
હાલ ના સમય મા અનેક ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે ઘણી વખત માતા પિતા ની નાની એવી બેદરકારી ના લીધે બાળક નો જીવ જતો રહેતો હોય છે ત્યારે હાલ અમદાવાદ શહેર પોલીસ થી એક ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમા એક બે વર્ષ ના બાળક ના પેટ માથી મેગ્નનેટી બોલ નીકળતા ડોક્ટર પણ ચોંકી ગયા હતા.
સામાન્ય રીતે આપણે જરા પણ વિચાર કર્યો વગર બાળકો ને કોઈ પણ વસ્તુ રમવા આપતા હોઈ એ છીએ ત્યારે તેનાથી બાળકો ને કેટલું નુકસાન થશે એ પણ વિચારતા નથી ત્યારે હાલ અમદાવાદ મા વર્ષના હિમાક્ષ (નામ બદલ્યું છે)ને પેટમાં સતત દુઃખાવો થઈ રહ્યો હતો અને લીલા રંગની ઊલટી કરતો હતો જ્યારે બાળક ની સારવાર દરમિયાન ડોક્ટર અમર શાહે પાસેથી જાણવા મળેલ કે , “એક્સ-રેમાં બાળકના આંતરડામાં મેગ્નેટિક બોલ્સ હોવાની જાણ થઈ હતી. પેરેન્ટ્સે જણાવ્યું કે, તેમનો મોટો દીકરો નવ વર્ષનો છે અને તેના માટે તેઓ મેગ્નેટિક બોલ લાવ્યા હતા.
અમને ખબર પડી કે, વિવિધ આકારો બનાવવા ઉપરાંત મેગ્નેટિક બોલ્સનો ઉપયોગ બાળકો પોતાના ફ્રેન્ડ્સને જાદુની ટ્રીક તરીકે બતાવવા પણ કરે છે. તેઓ આ બોલ્સ મોઢામાં મૂકીને ગાલ, જીભ કે હોઠ પર પીઅર્સિંગ કર્યું હોવાનું દર્શાવે છે. બની શકે કે, બે વર્ષના બાળકો પોતાના ભાઈને આમ કરતો જોઈને તેની નકલ કરવાનો પ્રયાસ કર્યો હોય અને મેગ્નેટિક બોલ મોંમાં નાખ્યા હોય.”
બાળક ના મેડિકલ ચેકઅપ મા એવી વિગતો સામે આવી હતી કે મણકા નાના આંતરડામાં એકબીજા સાથે જોડાઈને ફસાઈ ગયા હતા. જેના કારણે બાળક ને દુખાવો અને ઉલ્ટી ની સમસ્યાઓ થઈ હતી આ ઉપરાંત સિનિયર પિડીયાટ્રિક સર્જન ડૉ. અનિરુદ્ધ શાહે કહ્યું, “આ મણકા જટિલ રીતે ફસાઈ ગયા હતા અને આંતરડાની દિવાલના ટિશ્યૂને દબાવતી હતી અને તેના કારણે બ્લડ સપ્લાય યોગ્ય રીતે થતો નહોતો. આંતરડાનો થોડોક ભાગ પણ ક્ષતિગ્રસ્ત થયો હતો અને તેની પણ સારવાર કરવી પડી. ઓપરેશન દોઢ કલાક સુધી ચાલ્યું હતું.”
આ ઉપરાંત ડોક્ટર પાસે થી જાણવા મળેલ કે હાલ બાળક ની રીકરવરી સારી રીતે થઈ રહી છે. આમ છતા આવી બાબતો મા નાના બાળકો ની ખાસ કાળજી રાખવી જોઈએ એમા પણ 5mm ન આ બોલ્ડ ઘણા જ શક્તિશાળી હોય છે.