Gujarat

દીકરી ના લગ્ન માટે ભેગા કરેલા લાખો રુપીઆ અને ઘરેણા ચોર ચોરી જતા પરિવાર અશ્રુધારે રડી પડ્યો ! જાણો ક્યા ની ઘટના..

એક તરફ હાલમાં ગુજરાતમાં ચારોતરફ લગ્નનો માહોલ છે, ત્યારે હાલમાં જ દિવસેને દિવસે ચોરીના બનાવો બની રહ્યા છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, કડી શહેરમાં અઠવાડિયામાં 4 ઘરફોડ ચોરીના બનાવ બનતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. હાલમાં જ એક દુઃખદ અને ચોંકાવનાર બનાવ સામે આવ્યો છે.

કડી શહેરની સિવિલ કોર્ટની સામે જ તસ્કરોએ ઘરની અંદર હાથ ફેરો કરીને લાખો રૂપિયા તેમજ સોના ચાંદીના દાગીના લઈને ફરાર થઈ જતા પરિવાર પર દુઃખના પહાડ પડ્યા છે.હાલમાં જ દંતાણી વાસમાં રહેતા દશરથ પટણી કે જેઓ ફ્રુટનો વ્યવસાય કરે છે અને પોતાના પરિવારનું ગુજરાત ચલાવી રહ્યાં છે. કૌટુંબીના લગ્ન હોવાથી અમદાવાદ મુકામે ગયા હતા અને સવારે તેમના પડોશીઓએ તેમને જાણ કરી હતી કે તેમના ઘરનું લોક તૂટ્યું છે.

પરિવારને પડોશીઓ દ્વારા જાણ કરાતા દશરથભાઈના પરિવારની પગ નીચેથી જમીન સરકી ગઈ હતી ઘરની અંદર જોતા ઘરમાં લોખંડના કબાટ તેમજ તિજોરોની અંદર મુકેલા લાખો રૂપિયા તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યુ હતું તસ્કરો રોકડ રકમ આશરે રૂ. 2 લાખ 50 હજાર તેમજ 48 હજારના સોના-ચાંદીના દાગીના લઈ ફરાર થઈ ગયા હતા.

જ્યારે દશરથભાઈ પટણીએ થોડાક મહિનાઓ બાદ પોતાની દીકરીના લગ્ન હોવાથી પૈસા ભેગા કર્યા હતા અને સોના ચાંદીના દાગીનાની ખરીદી પણ કરી હતી. પરંતુ તેમના જ ઘરેથી તસ્કરો હાથ ફેરો કરીને ફરાર થઈ જતા પરિવાર અશ્રુધારે રડી પડ્યો હતો. કડી પોલીસને જાણ કરાતા કડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ઘરી હતી.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!