હૈયું કંપાવી દેનાર ઘટના! એક્ટિવ ચાલક માતા- પુત્રને પાછળથી ટેન્કરે આવીને કચડી નાખતાં થયું મુત્યુ, સી.સી.ટી.વીમા કેદ થઈ ઘટના…
હાલમાં જ સોશિયલ મીડિયામાં એક અકસ્માતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો તમારું હૈયું કંપાવી દેશે. ચાલો અમે આપને જણાવીએ કે, આખરે આ ઘટના ક્યાં શહેરની છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, બનાસકાંઠાના પાલનપુરના ગઠામણ પાટિયા પાસે ગઈકાલે જીવલેણ અકસ્માતની ઘટના બની હતી.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, પુત્રને સ્કૂલેથી લઈ માતા ઘરે જઈ રહ્યા હતા ત્યારે જ ટ્રકચાલકે પાછળથી ટક્કર મારતા માતા-પુત્રના ઘટનાસ્થળે જ મુત્યુ પામ્યા હતા.આ ઘટના દ્રશ્યો CCTVમાં કેદ થયા હતા. મળતી માહિતી મુજબ પુત્રને સ્કૂલેથી તેડી માતા એક્ટિવા પર સવાર થઈ ઘરે જઈ રહ્યા હતા. આ સમયે ગઠામણ પાટિયા પર પાછળથી આવેલા ટેન્કરે ટક્કર મારતા માતા-પુત્રને ગંભીર ઈજાઓ પહોંચતા બંનેના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા.
આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક્ટિવા સવાર માતા-પુત્ર રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ પાછળથી આવી રહેલા ટેન્કર ચાલકે બેદરકારીભર્યું ડ્રાઈવીંગ કરી એક્ટિવાને ટક્કર મારી હતી. જેના કારણે માતા-પુત્ર નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. ઘટનાના પગલે ઘટનાસ્થળ પર દોડી આવેલા પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ ગયેલી. આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.