India

આ સરકારી હોસ્પીટલ મા બે કલાક મા 8 સગર્ભા ઓ ને નોર્મલ ડીલીવરી કરાવી ને રેકોર્ડ બનાવ્યો..

એક સ્ત્રી ને સૌથી વધારે દુઃખ ત્યારે સહન કરવું પડે છે, જ્યારે તે બાળક ને જન્મ આપે છે. આ દુઃખ એટલું વધારે હોય છે કે એની કલ્પના ન કરી શકાઈ. મા બનવું કે બાળકને જન્મ આપવો એટલો સહેલો નથી. આજના સમયમાં દરેક સ્ત્રીઓના જીવનમાં દુઃખ સહન કરવાની શક્તિ હોતી નથી અને આ કારણે મોટે ભાગે માતાઓ પોતાના બાળકનો જન્મ સિઝિરિયન થી જ કરવામાં આવે છે. ત્યારે હાલમાં જ એક ભારતની હોસ્પિટલ એક અનોખો રેકોર્ડ બનાવ્યો. એક દિવસમાં 8 ગર્ભવતી મહિલાઓને નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી.

ચાલો અમે આપને આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપીએ કે, આખરે એવું તે શું બન્યું છે કે, જેની ચર્ચાઓ ચારેતરફ થઈ રહી છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ જાણવા મળ્યું છે કે,ડૉક્ટરોરે મહામારી દરમિયાન જે મુશ્કેલીઓ સહન કરી તેને નિવારવામાં મોટાભાગે તબીબીનો હાથ હતો. તબીબોએ પોતાની ડ્યુટી કરતા પણ વધારે કામ કરીને દર્દીઓની સારવાર કરી હતી જેમાનું એક ઉદાહરણ સિહોર સરકારી હોસ્પિટલના તબીબો.

હાલમાં જ જાણવા મળ્યું છે કે, સરહાનીય કામગીરી બદલ સિહોરના સરકારી હોસ્પિટલના તબીબોની સામે આવી છે સરકારી હોસ્પિટલમાં નવો જ ઇતિહાસ રચાયો છે.આવું ભાગ્યે જ બનતું હોય છે. આ કોઈ સામાન્ય ઘટના નથી, કારણ કે આજના સમયમાં સિઝિરિયન નું પ્રમાણ વધી રહ્યું છે. અમે આપને જણાવીએ કે સિઝિરિયન હાલમાં કષ્ટ દાયક ન હોય શકે પરંતુ તેની અસર ભવિષ્યમાં વધુ વર્તાય છે. આ મોર્ડનયુકત જમાનામાં આ હોસ્પિટલ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

જેમાં સિહોરના સરકારી દવાખાનામાં ગાયનેક વિભાગના ડોકટર યાદવ તેમજ સ્ટાફ દ્વારા અલગ અલગ આઠ સગર્ભા મહિલાઓની નોર્મલ ડિલિવરી કરાવી ખૂબ જ સારી કામગીરી કરી છે.જેમાં જન્મેલા તમામ બાળકોની સ્થિતિ નોર્મલ સાથે માતાઓની સ્થિતિ પણ નૉર્મલ અને સ્વસ્થ હતી. ખાનગી દવાખાનાઓમાં મોંઘીદાટ તબીબની ફિઓ તેમજ ખર્ચાઓ સામે સરકારી દવાખાનામાં અદભુત કામગીરીને દાદા આપવી પડે.

અહીં તમામ માતા બાળકી નોર્મલ અને સ્વસ્થ હાલતમાં છે.આ એક ઉત્તમ ઉદાહરણ પાડે છે કે, આજના સમયમાં સરકારી હોસ્પિટલ દ્વારા ખૂબ જ સારી સારવાર આપવામાં આવે છે અને એ પણ તદ્દન નીશુલ્ક. આવું તમે ભાગ્યે જ જોયું હશે કે એક દિવસમાં આટલી નોર્મલ ડીલીવરી. આ ઘટના ને લીધે ડોકટર અને સ્ટાફનાં સૌ કોઇ વખાણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!