Gujarat

ઠંડી હજી ગઈ નથી ! હવામાન વિભાગે કરી આગાહી 3 ફેબ્રુઆરી થી ગુજરાત ના….

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં શિયાળાનો સમય ચાલી રહ્યો છે તેવામાં જ્યાં ઠંડી લોકોને થીજાવી રહી છે. હાલમાં શિયાળા ની ઠંડીએ પોતાના જુના તમામ રેકોર્ડ તોડ્યા છે. તેવામાં લોકો દ્વારા ઠંડીના ચમકારાના સહન કરવો પડ્યો છે. જયારે અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ જોવા મળ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારથી શિયાળાની શરૂઆત થઇ છે ત્યારથી જ કમોસમી વરસાદે લોકોને હેરાન કર્યા છે જો કે આવા કમોસમી વરસાદ ને કારણે સૌથી વધુ અસર ખેડૂતો ને થઇ છે.

કમોસમી વરસાદ ના કારણે શિયાળા પાકને ઘણું નુકશાન થયું છે તેવામાં હવે ફરી વખત હવામાન વિભાગ દ્વારા ઠંડી અને તેજ પવન ને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હજુ ઠંડી નો વધારો થશે. છેલ્લા થોડા સમયથી ઠંડીમાં થયેલા ઘટાડાના કારણે લોકોમાં થોડી રાહત જોવા મળી હતી. જોકે હવે ફરી કડકડતી ઠંડી લોકોને થીજાવશે તેવી માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે આવતા પાંચ દિવસમાં વાતાવરણ ખુલ્લું અને સૂકું રહેશે જયારે 3જી ફેબ્રુઆરીથી રાજ્યના અમુક વિસ્તારો જેવાકે કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાત ના અમુક વિસ્તારોમાં ઠંડી જોર પકડશે. વાતાવરણ માં આવી રહેલા ઝડપી ફેરફાર ને કારણે વધતા રોગચાળા ને ધ્યાનમાં લઈને હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા જાણ કરી છે. ઉપરાંત તેજ પવન ફુંકાવવાની સંભાવના વચ્ચે માછીમારોને 2 ફેબ્રુઆરીના રોજ દરિયામાં ન જવા અંગે પણ માહિતી આપવામાં આવી છે.

જો વાત વાતાવરણ માં આવેલા આ બદલાવ અંગે કરીએ તો તેનું કારણ પશ્ચિમી વિક્ષોભ ને માનવામાં આવે છે. ઉપરાંત બે દિવસ માટે ભેજવાળું વાતાવરણ રહેવાની પણ સંભાવના છે. વાતાવરણમાં આવેલા ફેરફાર ને કારણે દિવસ નું તાપમાન 30 ડિગ્રી જયારે રાતનું તાપમાન 15 ડિગ્રી સુધી પહોંચીયું છે. આ ઉપરાંત જો વાત પર્વતીય વિસ્તાર અંગે કરીએ તો હાલમાં કાશમીર માં હિમ વર્ષા રોકાઈ છે સાથો સાથ માઉન્ટ આબુ નું તાપમાન પણ વધ્યું છે. જણાવી દઈએ કે હાલમાં થોડા સમય પહેલા માઉન્ટ આબુનું લઘુતમ તાપમાન 4 ડિગ્રી જયારે મહત્તમ તાપમાન 15 ડિગ્રી જોવા મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!