Gujarat

ગુજરાતીઓ ઠંડીમાં ઠરવા માટે થઇ જાવ તૈયાર ! વરસાદ અને ઠંડીને લઈને હવામાન વિભાગે કરી આગાહી આ દિવસથી….

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આજ વખતે જ્યાં એક બાજુ વરસાદે પોતાની મેઘ માહેર આખા દેશ અને રાજ્યમાં બતાવી હતી તેવામાં હાલમાં ચાલી રહેલ ઠંડીનો સમયગાળો પણ પોતાના જુના તમામ રેકોર્ડ તોડી રહ્યા છે. હાલમાં પડતી ઠંડીના કારણે જ્યાં લોકો થીજી ગયા છે તેવામાં કમોસમી વરસાદે પણ લોકોને અને ખાસ કરીને ખેડૂતો ને ઘણા હેરાન કર્યા છે. કારણકે કમોસમી વરસાદ ના કારણે શિયાળા પાકને નુકસાન થતા ખેડૂતોને ઘણું નુકશાન સહન કરવું પડ્યું છે.

જો કે હાલમાં જ્યાં વરસાદે થોડો વિરામ લીધો છે અને વાતાવરણ સાફ થતા તાપમાનનો પારો ઉપર ચડ્યો છે તેના કારણે ઠંડીના કારણે થતી મુશ્કેલીઓ માં થોડી હળવાશ જોવા મળે છે. જોકે આ હળવાશ ક્ષણ વારની જ છે. જણાવી દઈએ કે પશ્ચિમી ડિસ્ટરમન્સ ના કારણે ફરી એક વાર વાતાવરણ માં મોટા પાયા પર ફેરફાર થવાની સંભાવના છે. તેવામાં જો સૌપ્રથમ વાત આપણા દેશ વિશે કરીએ તો જણાવી દઈએ કે હવામાન વિભાગે અમુક રાજ્યો ને લઈને કમોસમી વરસાદ ની આગાહી કરી છે.

જો વાત હવામાન વિભાગ ની આગાહી અંગે કરીએ તો તેમના જણાવ્યા અનુસાર આવનાર 10 ફેબ્રુઆરી થી દેશમાં વાતાવરણ માં પલટો આવશે અને હવાઓ પણ તેજ થશે સાથે હળવાથી ભારે વરસાદ વરસાદ પણ જોવા મળશે. હવામાન વિભાગે જણાવ્યું કે આવો વરસાદ પંજાબ અને હરિયાણા, દિલ્હી, ઉપરાંત રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સાથો સાથ સિક્કિમ, પશ્ચિમ બંગાળ અને બિહાર સહીત આસ પાસ ના વિસ્તારોમાં અને રાજ્યોમાં વરસાદ ની આશંકા છે.

હવે જો વાત રાજ્ય અંગે કરીએ તો ગુજરાતમાં ઠંડી ને લઈને પણ હવામાન વિભાગે આગાહી કરી છે. જણાવી દઈએ કે હજુ પણ ઠંડી ગઈ નથી તેવામાં ફરી એક વખત ઠંડીનું મોજું આખા રાજમાં ફરી જશે માટે લોકોએ ઠંડી માટે તૈયાર રહેવાનું છે, હવામાન વિભાગે જણાવ્યું છે કે આવનારા ચાર દિવસોમાં રાજયોમાં રાતના સમયે લઘુતમ તાપમાન આશરે 2 થી 4 ડિગ્રી જેટલું ઘટી જશે. જેના કારણે રાતે ઠંડીનો ચમકારો બોલી જશે જયારે આ સમયે દિવસનું તાપમાન સામાન્ય રહેશે. માટે બપોરના સમયે ઠંડી સામે થોડું રક્ષણ મળશે.

આ ઉપરાંત જો વાત અમદાવાદ અંગે કરીએ તો જણાવી દઈએ કે હાલમાં અહીંનું વાતવરણ આશરે 16 ડિગ્રી છે પરંતુ વાતાવરણ માં આવેલા બદલાવને ને કારણે અહીં પણ વાતાવરણ માં ઘટાડો નોંધાશે જે બાદ અહીં તાપમાન 12 ડિગ્રી આસ પાસ પહોંચી શકે છે. જો વાત વાતાવરણ માં આવેલા ફેરફાર અંગે કરીએ તો આસપાસ ના રાજમાં પડી રહેલ કમોસમી વરસાદ તાપમાનમાં ઘટાડા અંગે મુખ્ય કારણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!