Gujarat

ચેતી જજો! આ જિલ્લાઓમાં બે દિવસ રહેશે સતત કોલ્ડ વે! ઠંડીનું પ્રમા ણ વધતા હવામાને આપી ચેતવણી…

હાલમાં થોડા દિવસ પહેલા જ આંબાલાલ પટેલ દ્વારા ઠંડી ને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં ત્રણ દિવસ સુધી સતત ઠંડીનું પ્રમાણ વધશે. ત્યારે હાલમાં જ જાણવા મળ્યું છે કે, બે દિવસ કોલ્ડ વે રહેશે. ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે, આખરે ક્યાં જિલ્લામાં વધારે કોલ્ડ વેની આગાહી રહેશે. એક તરફ ગઈકાલ થી જ ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. ત્યારે હવે ક્યાં જીલ્લા માં વધુ ઠંડી જોવા મળશે.

હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી મુજબ 26મી જાન્યુઆરીથી સુધી બે દિવસ કોલ્ડ વેવ રહશે. આગામી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં થીજવી નાખતી ઠંડી પડશે. હવામાન વિભાગની આગામી મુજબ આ જિલ્લાઓમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે. જણાવવામાં આવેલા જિલ્લાઓમાં ઠંડાગાર પવનો ફૂંકાવાની શક્યતા છે.

આજે રાજ્યમાં અમદાવાદ ગાંધીનગર, બનાસકાંઠા, આણંદ. વડદરો, કચ્છ, રાજકોટ પોરબંદર, ભાવનગર, જૂનાગઢ અને કચ્છમાં તેમજ 27મી જાન્યુઆરીના રોજ રાજ્યના ગાંધીનગર, બનાસકાંઠા કચ્છ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. આ બંને દિવસ દરમિયાન સૂકા અને ઠંડા પનવનો ફૂંકાશે. વાતાવરણની વચ્ચે તાપમાનમાં 2થી 4 ડિગ્રી વધારો થઈ શકે છે. આમ હવામાન વિભાગ દ્વારા આ બે દિવસની કોલ્ડવેવની આગાહી આપવામાં આવી છે.

આવી ઠંડીમાં પોતાનું સ્વાસ્થ્ય ની તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે. હવામાન દ્વારા લોકો ને સુચવામાં આવ્યું છે કે, વૃદ્ધ લોકો તેમજ બાળકો અને ખાસ કરીને સગર્ભા મહિલાઓ એ પોતાના સ્વાસ્થ્ય ની તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે. ગરમ કપડાં પહેરી રાખવા તેંમજ હાથ, પગ, મોઢું, ઢકાયેલ રાખવા. ખરેખર આ બે દિવસ કોલ્ડ વેવ નું પ્રમાણ ખૂબ જ પ્રમાણમાં રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!