સુરત મા ઠંડીએ રેકોર્ડ તોડી નાખ્યો! ગુજરાત મા આ શહેરો મા હજી ઠંડી…
મિત્રો આપણ સૌ જાણીએ છીએ કે હાલ શિયાળાનો સમય ચાલી રહ્યો છે. તેવામાં જ્યાં એક બાજુ કમોસમી વરસાદે અમુક વિસ્તારોને ભીંજવ્યા છે ત્યાં બીજી બાજુ શિયાળાની કાતિલ ઠંડીના કારણે લોકોને ઘણી જ મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો છે. મિત્રો દેશમાં અનેક વિસ્તારોમાં ઠંડા હવામાને પોતાની પકડ મજબૂત કરી છે. અને લોકો ને થીજવવાનું કામ કર્યું છે. તેમાં હવે રાજ્યમાં પણ ઠંડી પોતાના જુના રેકોર્ડ તોડી રહી છે. ભારે ઠંડીના કારણે જનજીવન પર પણ તેની અસર કરી છે તેવામાં હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે. તેના કારણે લોકોની ચિંતા વધુ વધી શકે છે.
જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા હજુ પણ ત્રણ દિવસ માટે ઠંડીના પ્રમાણમાં વધારો થવાની આગાહી કરવામાં આવી રહી છે. જમ્મુ કાશમીર માં થઇ રહેલ સતત બરફ વર્ષ ના કારણે ઉત્તર ભારત ના અનેક રાજ્યોમાં ઠંડુ ની મોજું ફરી વળ્યું છે તેવામાં આવનારા ત્રણ દિવસ માં હજુ પણ ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. જો વાત ગુજરાત અંગે કરીએ તો આ ઠંડી ની સૌથી વધુ ઝપેટમાં કચ્છ નું નલિયા ગામ આવી ગયું છે. અહીં તાપમાન 6 ડિગ્રી પહોંચતા ગામના લોકો ઠંડીના કારણે ધ્રુજવા લાગ્યા છે.
આ ઉપરાંત જો વાત અન્ય વિસ્તાર અંગે કરીએ તો જણાવી દઈએ કે હાલ આબુમાં માઇનસ 2 ડિગ્રી જયારે તેની નજીકના ગુરુશિખર માં માઇનસ 4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત જો વાત નવસારી અંગે કરીએ તો અહીં 7 ડિગ્રી, જયારે અમદાવાદ માં 9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આવું તાપમાન ગાંધીનગર માં 7 ડિગ્રી જયારે ડીસામાં 9 ડિગ્રી જોવા મળ્યું હતું જયારે વાત વડોદરા અને સુરત ના લઘુતમ તાપમાન અંગે કરીએ તો અહીંનું તાપમાન એનું ક્રમે 9 ડિગ્રી અને 12 ડિગ્રી જોવા મળ્યું હતું. સાથો સાથ વલસાડમાં 17 ડિગ્રી અને ભુજમાં 10 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે ઠંડુ થયુંહતું. જયારે વાત અન્ય વિસ્તારના લઘુતમ તાપમાન અંગે કરીએ તો અમરેલીમાં 10 ડિગ્રી જયારે ભાવનગર માં 11 ડિગ્રી, રાજકોટમાં 10 ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું.
જો વાત સુરત અંગે કરીએ તો જણાવી દઈએ કે સુરત નો હાલ પણ ઘણો ઠંડો છે. અહીં પણ ઠંડી પોતાના જુના રેકોર્ડ તોડી રહી છે. જણાવી દઈએ કે સુરતમાં ઠંડીએ પોતાના છેલ્લા બે વર્ષના રેકોર્ડ ને તોડી પડ્યો છે. આ સાથે જ સુરત નું લઘુતમ તાપમાન 12.2 ડિગ્રી જોવા મળ્યો હતું. વધતી ઠંડી ના કારણે લોકો ઘરમાં અને ઓફિસોમાં પુરાઈ ગયા હોઈ તેવી રીતે બારણાં અને બારીઓ બંધ કરીને બેઠા છે. લોકો આ કડકડતી ઠંડીથી બચવા માટે અનેક પ્રકારની મહેનત કરી રહ્યા છે.
જો કે છેલ્લા ત્રણ દિવસ માં સુરત માં ઠંડીનું પ્રમાણ ઘણું વધુ છે. જેના કારણે લઘુતમ તાપમાન માં સાડાત્રણ ડિગ્રી નો ઘટાડો નોંધાયો છે જયારે મહત્તમ તાપમાન માં એક ડિગ્રી નો વધારો જોવા મળ્યો હતો આ સાથે શહેરનું મહત્તમ તાપમાન 25.8 ડિગ્રી જોવા મળ્યું હતું. આ ઉપરાંત શહેરમાં ઉત્તર પૂર્વ તરફના પવનોની ગતિ સવારના સમયે 4 કિલોમીટર ની હતી જે બપોર પડતા 6 કિલોમીટર ની ઝડપ થઇ ગઈ આ સમયે હવામાં આશરે 34 ટકા જેટલો ભેજ હતો.
