જુનાગઢ : કોલેજીયન યુવતીની લાશ ગિરનાર જંગલમાથી એવી હાલત મા મળી કે ચકચાર મચી ગયો ! હત્યા કે આત્મહત્યા…જાણો વિગતે
હાલ ના સમય મા હત્યા અને આત્મહત્યા ની ઘટના મા સતત વધારો થઇ રહ્યો છે ત્યારે હાલ જ જુનાગઢ માથી એક ચકચાર મચી જાઈ તેવી ઘટના સામે આવી જે જેમા એક કોલેજીયન યુવતી ની લાશ 4 દીવસ બાદ ગિરનાર જંગલમાં આવેલા હસનાપુર ડેમના ઓવરફ્લો વિસ્તારમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે જ્યારે આ ઘટના મા યુવતી એ આત્મહત્યા કરી છે કે પછી હત્યા કરવા મા આવી છે તેની તપાસ કરવા મા આવી છે.
ઘટના અંગે વિગતવાર વાત કરવા મા આવે તો દિવ્ય ભાસ્કર ના એક અહેવાલ મુજબ જૂનાગઢના ઝાંઝરડા ગામના પરિવારની દીકરી જાહ્નવી હિતેષભાઇ મહેતાનુ આ ઘટના મા કરુણ મોત થયું છે ગત તા. 2 ના રોજ જાહ્નવી અને તેની મિત્ર ભાષા આસ્થા બંને કોલેજની હોસ્ટેલમાંથી નીકળી હસનાપુર ડેમ સાઈટ ઉપર ગયા હતા. જ્યા બંનેએ નાસ્તો કર્યો અને પછી બન્ને બહેનપણીઓએ સેલ્ફીઓ લીધી, ફોટા પાડ્યા, એ પછી આખી ઘટના સામે આવી છે.
આસ્થાએ કોઈ સાથે કી વાત કરી નથી અને જ્યારે તેના પિતાને વાત કરી ત્યારે તેની મિત્ર જાહન્વી એ ડેમમાં પડી આત્મહત્યા કરી લેતા પોતે દુઃખી હોવાનું અને પોતે પણ મરી જશે એમ કહેતી હતી. આ પછી જાહન્વીના પરિવાર અને પોલીસે આસ્થા અને તેના પિતાને સાથે રાખી ઘટના સ્થળ ઉપર તેની પાસેથી વિગત લેતા જાહન્વી જ્યાથી કૂદી હોવાનું કહ્યું હતું એ આખો ડેમ ફેંદી વળવા છતાં મૃતદેહ મળ્યો ન હતો. જેમાં 3 દિવસ વીતી ગયા.
અહી ચોંકાવનારી વાત એ હતી કે જે સ્થળે આસ્થા એ બતાવ્યુ હતુ તેના થી અલગ સ્થળ પર તારીખ 5 ના રોજ મહાનગર પાલિકાની ફાયર શાખાની ટીમે હસનાપુર ડેમના ઓવરફ્લો વિસ્તારમાંથી જાહન્વીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો જેના કારણે અહે આસ્થા પણ શંકા ના દાયરા મા છે જ્યારે બીજી બાજુ એવું પણ જાણવા મળેલ છે કે જાહન્વીનો કહેવાતો પ્રેમી કે જેની સગાઇ થોડા સમય પહેલા થઇ છે અને બન્ને વચ્ચે જગડો પણ થયો હતો.
જ્યારે આ સમગ્ર ઘટના મા જાહ્નવી ની હત્યા થઇ કે આત્મહત્યા?? તે સમગ્ર બાબત પોલીસ માટે પણ કોયડો બની ગઈ છે જ્યારે આ ઘટના ની તપાસ પોલીસ ધરપકડ ધ્વારા અલગ અલગ એંગલ થી જોઈ રીતે ચલાવાઈ રહી છે જ્યારે જાહ્નવી ના મૃતદેહ ને હાલ પીએમ માટે ખસેડવા મા આવ્યો છે જ્યારે મૃતકના પરિવાર સાથે 4 દિવસથી સતત સાથે રહેલા વિહિપના નગરમંત્રી હિરેન રૂપારેલિયાએ કહ્યું હતું કે, આ ઘટના પાછળનું સત્ય બહાર આવવું જોઈએ. જવાબદાર સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી પરિવાજનો મૃતદેહ સ્વીકારવા તૈયાર નથી.