કોમેડી કવીન ભારતીનાં ઘરે પારણુ બંધાયુ ! પરંતુ ભારતી સિંહની આ એક ઈચ્છા અધૂરી રહી ગઈ….
આજનો દિવસ ટીવી જગત અને કૉમેડીના ચાહકો માટે ખૂબ જ યાદગાર અને ખાસ છે કારણ કે આજ રોજ કોમેડી કવીન ભારતી સિંહ બાળકને જન્મ આપ્યો છે. ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે, આખરે ભારતીનાં ઘરે દીકરાનો જન્મ થયો છે કે, દીકરીનો? સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ભરતીને ત્યાં બાળકનો જન્મ તો થઈ ગયો પરતું તેની એક ઈચ્છા અધૂરી જ રહી ગઇ. ચાલો અમે આપને સંપૂર્ણ વાત જણાવીએ.
અમે આપને જણાવીએ દઈએ કે, આજના દિવસે ભારતીએ દીકરાને જન્મ આપ્યો છે. ભારતી સિંહે સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ દ્વારા ફેન્સ સાથે આ ખુશખબર શેર કરી છે. ભારતી અને હર્ષે એક જ પોસ્ટ શેર કરી અને લખ્યું, ‘It’s a BOY’. સ્ટાર કપલે પ્રેગ્નન્સી ફોટોશૂટની એક સુંદર તસવીર શેર કરી છે. ફોટોમાં ભારતી અને હર્ષ ખૂબ જ સુંદર અંદાજમાં એકબીજા સાથે જોવા મળી રહ્યા છે.
આપણે સૌ કોઈ જાણીએ કે, ટીવીજગતની પહેલી એવી કલાકાર છે જે ગર્ભાવસ્થા દરમિયાન તેના વર્કફ્રન્ટમાં સક્રિય રહી છે. ભારતીએ ડિલિવરીના છેલ્લા દિવસ સુધી શૂટિંગ કર્યું છે. દરરોજ પાપારાઝી શૂટિંગના સેટ પર ભારતીને જોતા હતા અને ભારતીના તમામ રસપ્રદ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હતા. હાલમાં જ્યારે તેને દીકરાને જન્મ આપ્યો છે, છતાં પણ તેની એક ઈચ્છા અધૂરી જ રહી ગઈ.
ભારતીએ પ્રેગ્નેન્સી દરમિયાન મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે તે એક સુંદર દીકરીને જન્મ આપવા માંગે છે. આવી સ્થિતિમાં ભારતીની આ ઈચ્છા અધૂરી રહી ગઈ છે. રિપોર્ટરે તેમને પૂછ્યું કે તમારે દીકરો જોઈએ છે કે દીકરી. આ સવાલના જવાબમાં ભારતી સિંહે બજવાબ આપ્યો અને કહ્યું, “છોકરી. મારે એક છોકરી જોઈએ છે. મારા જેવી મહેનતુ. તમારા જેવી નથી કે જે કોઈ છોકરીને રોકીને ઈન્ટરવ્યુ લે છે.”
ભારતીએ આજે એક પુત્રને જન્મ આપ્યો છે અને ગઈકાલે એટલે કે શનિવારે તે શૂટિંગ સેટ પર જોવા મળી હતી. આ દરમિયાન ભારતી હેવી બેબી બમ્પમાં જોવા મળી હતી.ભારતી અને હર્ષની સાથે તેમના ચાહકો પણ તેમના પ્રથમ બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં, ભારતીએ આ ખુશખબર ફેન્સ સાથે શેર કરતાની સાથે જ તેની પોસ્ટ થોડી જ મિનિટોમાં વાયરલ થઈ ગઈ છે અને તમામ ત્યારે હવે ટૂંક સમયમાં ભારતીના દિકરાની તસ્વીરો વાયરલ થશે.