કોન્સ્ટેબલની પત્નીએ અઢી વર્ષની બાળકીને નોંધારી મૂકીને જીવન ટૂંકાવ્યું! મૃતક મહિલાનાં ભાઈ કહ્યું કે….
ખરેખર દિવસે ને દિવસે આત્માહત્યાઓ અને હત્યાના બનાવ બની રહ્યા છે, ત્યારે હાલમાં જ વડોદરામાં પોલીસ કોન્સ્ટેબલની પત્નીએ ગળે ફાંસો ખાધો અને જેના અઢી વર્ષની બાળકીએ મા ગુમાવી. ખરેખર આ ઘટના મર્ડર છે કે, હત્યા તે સંદેહ નો વિષય બની ગયો છે કારણ કે મૃતકના ભાઈ કહ્યું કે, હત્યા છે. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવી દેનાર છે. ચાલો અમે આપને આ ઘટના વિશે વધુ માહિતગાર કરીએ કે, આખરે શું ઘટના બની તેનાં વિશે અમે આપને જણાવીએ.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના માસર રોડ આઉટ પોસ્ટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલની પત્નીએ ફાંસો ખાઇને આપઘાત કરી લેતા તેનું મોત નીપજ્યું હતું.મૃતક નાં ભાઇએ વડોદરા જિલ્લા પોલીસ તંત્રના DySPને કરી છે અને બહેનના મોત અંગેની તટસ્થ તપાસની માંગણી કરી છે.કારણ કે તેને લાગી રહ્યું છે કે, આ આત્મહત્યા છે કે હત્યા તે જાણીએ.
ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના હડમસીયા ગામમાં રહેતા અંકિતાબેન અપાર્થી (ઉ.25) ના લગ્ન 6 વર્ષ અગાઉ પાદરા તાલુકાના પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને પાદરા તાલુકાના મોભા ગામે રહેતા ચિરાગ અપાર્થી સાથે થયા હતા. લગ્ન બાદ અંકિતાબેન સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેતી હતી. લગ્નજીવન દરમિયાન અંકિતાબેન તથા પતિ ચિરાગ એક અઢી વર્ષની બાળકીના માતા-પિતા બન્યા હતા.
6 વર્ષના લગ્ન જીવન બાદ અંકિતાએ દીકરીની પરવા કર્યા વિના ઘરના સિલીંગ ફેન ઉપર મોતનો માંચડો તૈયાર કરી ફાંસો ખાઇ લીધો હતો. અંકિતાએ ફાંસો ખાઇ આપઘાત કરી લેતા મોભા પત્નીએ ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવતા પોલીસ પતિ ચિરાગ હોસ્પિટલમાં દાખલ થઇ ગયો હતો. ડી.વાય.એસ.પી.ને મળી અંકિતાના મોત અંગે શંકા સેવી અંકિતાના પતિ સહિત પરિવારજનો સામે રોષ વ્યક્ત કર્યો હતો.
પરણિતાના ભાઇ રવિએ આક્ષેપ કર્યો હતો કે, જ્યારથી બહેન અંકિતાના લગ્ન થયા છે, ત્યારથી તેના પતિ ચિરાગ દ્વારા ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. જેથી પતિ તેમજ સાસરી પક્ષના સાસરિયાના ત્રાસથી પરણીતાએ આપઘાત કરી લીધો છે. તેઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, બહેન અંકિતાએ આપઘાત નહીં પણ તેની હત્યા કરવામાં આવી છે. તેવા ગંભીર આક્ષેપ કર્યા હતા