સતત ત્રીજા દિવસે ગુજરાત રેકોર્ડબ્રેક નવા કેસ ! સૌથી વધુ અમદાવાદ અને સુરત…
આપણે સૌ કોઈ જાણીએ કે, ફરી એક વખત કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે. ત્યારે હવે દિવસે ને દિવસે કોરોના નો કહેર વધવા લાગ્યો છે, ત્યારે હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કોરોના માં રેકોડ બ્રેક કેસો નોંધાયા છે. ખરેખર ફરી એક વાર ચિંતા જનક માહોલ સર્જાયો છે. એક તરફ ક્રોરોના બીજી તરફ ઓમિક્રોન નો પણ વધારે ભય છે, તેવામાં હવે ફરી વખત ત્રીજી લહેર સુનામી ની કેમ ફેલાઈ જશે. આપણે બીજી લહેર થી વાકેફ છીએ જેમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવ્યા અને દરેક લોકો પોતાના નો જીવ બચવવા માટે તડપી રહ્યા હતા અને એવા ઘણા લોકો હતા જેઓ અંતિમ વેળા અગ્નિસંસ્કાર ને વાટે બેઠા હતા.
ત્યારે હવે ફરી એક વખત આવી પરિસ્થિતિ સર્જાઈ તો કંઇ નવીન ન કહેવાય. હાલમાં જ રેકોડ બ્રેક કેસો પર નજર નાખીએ તો મુખ્યત્વે અમદાવાદ અને રાજકોટ શહેરમાં વધુ કેસ જોવા મળ્યા છે , ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે કયા શહેરમાં કેસો વધુ જોવા મળી રહ્યા છે.ગુજરાતમાં ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી જ કોરોનાના નવા કેસ તેમજ મોતની આંકડામાં વધારો નોંધાયો હતો. પરંતુ જાન્યુઆરી 2022થી તો કોરોના કેસ વધી રહ્યા છે. સાથે જ મોતના આંકડામાં પણ વધારો થયો છે.
સતત ત્રણ દિવસથી ઓલટાઈમ હાઈ કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં ત્રણેય લહેરમાં પહેલીવાર 24 હજાર 485 કેસ નોંધાયા છે.10 હજાર જેટલા કેસ અમદાવાદમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 13 દર્દીઓના મોત થયા છે અને 10 હજાર 310 દર્દી ડિસ્ચાર્જ થયા છે. કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંકડો 10 લાખ અને એક્ટિવ કેસનો આંકડો 1 લાખને પાર થયો છે. રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14 હજાર 605 કેસ 30 એપ્રિલે નોઁધાયા હતા. જે 263 દિવસ અગાઉ હતાં, તો 232 દિવસ બાદ 13નાં મોત થયાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 10 લાખ 1 હજાર 563ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 199 છે.
તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 86 હજાર 476 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1 લાખ 4 હજાર 888 એક્ટિવ કેસ છે, જેમાંથી 156 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1 લાખ 4 હજાર 732 દર્દીની હાલત સ્થિર છે.20 જાન્યુઆરીએ અમદાવાદમાં શહેરમાં 7, સુરત શહેરમાં 2, જામનગર શહેર, ગાંધીનગર, રાજકોટ અને ખેડા જિલ્લામાં 1-1 મળી કુલ 13ના મોત થયા છે. દિવસે ને દિવસે હવે ફરી એક વખય કોરોના નો કહેર વર્તાય રહ્યો છે અને ભયંકર રૂપ લઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં આપણે સાવચેત રહીએ અને સમજદાર બનીએ કોરોનાની ગાઈડલાઇન્સ પાલન કરી મેં સ્વસ્થ બનીએ.
