India

કોરોના એ ફરી માથુ ઉચક્યું ! આ દેશ મા છેલ્લા 24 કલાંક મા 1000 થી વધુ લોકો ના મોત થયા

આપણે સૌ જાણીએ છીએ કે કરોના ની બીજી લહેર મા ઘણા બધા લોકોના મોત થયા હતા. અને જો હાલ ના સમય ની વાત કરવામા આવે તો હાલ ના સમયે ભારત મા કેસ આવવા ની સંખ્યા ઘણી ઓછી છે અને ભારત દેશે કોરોના ની રસીકરણ નુ પુર જોશ મા કામ કર્યુ હતુ અને પહેલો ડોઝ ઘણા બધા લોકો ને દેવાય ગયો છે જો વાત કરવામા આવે અન્ય દેશો ની તો અમુક દેશો મા કોરોના એ ફરી માથુ ઉચક્યું છે અને કેસો ફરી આવવા લાગ્યા છે.

ખાસ કરી ને રશીયા મા હાલ કોરોના ના કેસો સતત વધી રહ્યા છે જેમા છેલ્લા 24 કલાંક મા કરોના ના કારણે થયેલ મોત ની સંખ્યા 1024 થય છે ત્યારે કોરોના ના વધતા કેસો ને ધ્યાન મા લઈ ને સરકાર પણ હરકત મા આવી છે અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેના કર્મચારીને એક સપ્તાહ માટે પેડ લીવ આપી દીધી છે. અને સાથે સાથે વેકસકનેશન પણ જલદી થાય તે માટે ના પ્રયાસો હાથ ધરવામા આવી રહ્યા છે

વધતા જતા કેસોનુ કારણ પુતિને વેકસકનેશન ની ધીમી ગતી જવાબદાર ગણાવ્યું હતુ. અહીં છેલ્લા અઠવાડિયા મા કોરોના કેસો મા સતત વધારો થઈ રહ્યો છે કારણ કે રશિયામાં સ્પુતનિક વી વેક્સીન ઉપલબ્ઘ હોવા છતા અહીયા માત્ર 35 ટકા લોકોએ વેક્સિન લીધી છે. જયારે છેલ્લા 24 કલાંક મા 1000 થી વધુ લોકો ના મોત થતા ફરી હડકંપ મચી ગયો છે.

આ સમગ્ર મામલે પુતિને લોકો ને વેકસીન લેવા માટે અપીલ કરી રહ્યા છે અત્યાર સુધીમાં અહિયા 2,26,000 લોકોના મોત થયા છે. સાથેજ છેલ્લા 24 કલાકમાં અહીયા 34 હજાર કેસ નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!