India

કોરોનાની ત્રીજી લહેરના ડર થી આ ગામ બન્યુ સુમસાન ! બીજી લહેરમા આ ગામ મા એટલા મોત થયા હતા કે…

આજ ના સમય મા દેશ અને દુનોયા પર જો સૌથી મોટો ખતરો હોય તો એ છે કોરોના… કોરોના ની બીજી લહેર મા હજારો લોકો એ જીવ ગુમાવ્યા અને અનેક પરીવારો આર્થીક રીતે પાયમાલ પણ થયા. હાલ ના સમય મા લોકો ને કોરોના ની ત્રીજી લહેરનો ડર સતાવી રહ્યો છે ત્યારે આજે એક એવા ગામ વિશે જણાવીશું જેણે જાતે જ લોક ડાઉન કરી લીધુ છે.

આપણે જે ગામ ની વાત કરવા જઈ રહ્યા છીએ તે ગામ ગોરખપુર જીલ્લા નુ ગૌનર ગામ છે જયા કોરોનાની બીજી લહેર મા કોરોના એ તબાહી મચી હતી જે લોકો હજી સુધી ભૂલ્યા નથી. કોરોના ની બીજી લહેર મા આ ગામ મા 60 દિવસ મા 130 લોકો એ જીવ ગુમાવ્યા હતા. જે લોકો આજ સુધી ભુલાવી નથી શક્યા જ્યારે હવે કોરોના ની ત્રીજી લહેર ની શરુવાત થતા ની સાથે જ આ ગામના લોકો ફફડીઉઠયા છે.

ગામના લોકોમા કોરોના ની એટલી દહેશત જોવા મળી રહી છે કે ગામ ના લોકો કામ વગર બહાર નથી નીકળી રહ્યા અને મોટા ભાગ દુકાનો પણ બંધ રહે છે આ ઉપરાંત ચોરા પર પણ કોઈ નથી દેખાતુ. ગામ મા માહોલ એવો બની ગયો છે જાણે લોક ડાઉન લાગી ગયુ હોય. જો આ ગામ ની વાત કરવામા આવે તો ગૌનરની કુલ વસ્તી આશરે 15 હજાર છે.

આ ગામ મા કુલ 18 જેટલી ગલીઓ અને રસ્તા બનેલા છે. બીજી લહેર આ ગામ મા એટલી ભયાનક હતી કે દરેક ગલીઓ માથી નનામી નીકળી હતી. જયારે અનેક ઘર ના લોકો તાળા લગાવી ને ચાલ્યા ગયા છે. ગામ ના લોકો ના જણાવ્યા અનુસાર 40 જેટલા મકાનો ને આજે પણ તાળા છે. જયારે ગામ ના લોકો ને ત્રીજી લહેર નો એટલો ડર સતાવી રહ્યો છે કે ગામ મા માત્ર પશુ પ્રાણીઓ જ રોડ પર જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!