Entertainment

બાળકો આમા કેવી રીતે ભણશે ?? કલેક્ટરે ટીચરની ક્લાસ લીધી તો સામાન્ય દાખલો પણ ના આવડયો ! જુઓ વિડીઓ

આજનાં સમયમાં દરેક બાળકોને મોટેભાગે સરકારી શાળમાં ભણાવવાનું પસંદ કરે છે, ત્યારે ખરેખર આ એક ખૂબ જ સરહાનીય વાત છે અને આજે ખાનગી શાળાઓ કરતા સરકારી શાળાનું ઉત્તમ ભણતર છે. દરેક જગ્યાએ એવું નથી હોતું હાલમાં જ એક એવી ઘટના સામે આવી છે કે, જો શિક્ષકને જ કંઈ ન આવડતું હોય તો બાળક ને શું શીખવશે?આપણે બાળકને ન આવડે તો ઠોઠ કહીએ પણ જો શિક્ષક ન આવડે તો શું કહેવું?

હાલમાં જ એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે.
વાત જાણે એમ છે કે, હાલમાં ટ્વિટર પર એમપીના બાલાઘાટ જિલ્લાની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષિકાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કલેક્ટર ઓચિંતી તપાસમાં અહીં પહોંચ્યા તો હેડમાસ્ટરને જ 441ના 4 ભાગ આપતા ન આવડ્યું.

કલેકટર ડો.ગીરીશકુમાર મિશ્રા નિરીક્ષણ કરવા આવ્યા હતા. બાળકો શાળામાં શું શીખે છે અને શિક્ષક કેવી રીતે ભણાવે છે તે જાણવા તેઓ બાળકોના વર્ગમાં બેસી ગયા. શિક્ષણ અંગે તપાસવા માટે બાળકોને બ્લેકબોર્ડ પર જ 441 નંબરને 4 વડે ભાગવા કહ્યું. એક વિદ્યાર્થી માત્ર ફક્ત સંખ્યાઓ જ લખી શક્યો, તેને જવાબ શોધના ન આવડ્યું. આ સમય દરમિયાન
શાળાની શિક્ષિકા સોના ધુર્વે પણ ત્યાં હાજર હતા.

દાખલાનો ઉકેલ ન આપતા એમને કહ્યું કે લોકડાઉનને કારણે ઘણા બાળકો ગુણાકાર ભૂલી ગયા છે, તેઓ તેમને ફરીથી શીખવી રહ્યા છે.શાળાના શિક્ષિકા સોના ધુર્વે પણ મુખ્ય શિક્ષકનો ચાર્જ સંભાળે છે.જેથી કલેકટરે તેમને કહ્યું કે મેડમ, આ ગણિતની સમસ્યા બાળકોને ઉકેલી બતાવો. આ કારણે તેમને 441 નંબરને 4 વડે ભાગ્યા બાદ મેડમનો ભાગ 1.2 થયો. જેથી આ પ્રશ્ન હલ કરવાનું કહ્યું તો તેનો જવાબ 11.2 આવ્યો.

આ હકીકત સામે આવતા ની સાથે જ કલેકટરને જાણ થઈ ગઈ કે જેમને પોતાને ગણિત નથી આવડતું એ બાળકોને શુ શીખવશે અને ઉપરથી લોકડાઉન કારણે બાળકો ભૂલી ગયા હોય એવું બહાનુ બનાવે છે. આ ઘટના બાદ કલેક્ટરે તાત્કાલિક મેડમનો પગાર વધારો અટકાવવા સૂચના આપી દીધી. તેમને મુખ્ય શિક્ષકના ચાર્જમાંથી પણ દૂર કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!