લગ્નનાં બંધનમાં બંધાઈ એ પહેલા જ યુગલનું કમકમાટી ભર્યું મોત થયું! ઘટના જાણીને તમારું હ્દય…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, અવારનવાર રોજ રોડ અકસ્માતના અનેક વ્યક્તિઓના જીવ જતા હોય છે, ત્યારે ખરેખર હાલમાં જ એક યુગલનું સજોડે જ મોત થતા તેમના જીવનની દરેક ઈચ્છાઓ ઓલવાઈ ગઈ. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ દાયક છે કારણ કે હજું બંને પોતાનું લગ્ન જીવનની શરૂઆત કરે એજ પહેલા બંને યુગલોએ જીવ ગુમાવ્યો. આ ઘટના કંઈ રીતે બની તે સંપૂર્ણ માહિતી જાણીએ.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, સુરતનું ભીમરાડ વિસ્તારમાં સર્જાયેલા એક અકસ્માતમાં યુવક યુવતીનું કમકમાટીભર્યુ મોત નિપજયું છે. આ બંને નવયુગલ મૂવી જોઇને પરત ફરી રહ્યા હતા ત્યારે એક ડમ્પરે તેમને અડફેટમાં લીધા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર સુરત ભીમરાડ વિસ્તાર નજીક મોપેડ પર જઈ રહેલા યુવક યુવતીને પુરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પરે અડફેટમાં આવ્યા. પરિવારના જણાવ્યા પ્રમાણે બંનેની છ મહિના પહેલાં જ સગાઇ થઇ હતી. તેઓ નવા જીવનની શરૂઆત જ કરવા જઈ રહ્યા હતા, તે પહેલાં આ પરિવાર પર આ દુઃખ આવી પડ્યું છે.
બંપોલીસ દ્વારા ડમ્પર ચાલકની અટકાયત કરવામાં આવી છે. પરિવારના જણાવ્યા પ્રમાણે 25 વર્ષે સંતોષ ખલાસી ગભેણી વિસ્તારમાં રહેતો હતો. તે વિધવા માતાનો એકનો એક દીકરો હતો અને તેને બે બહેનો હતી જેમનાં લગ્ન થઈ ગયા છે. લેબમાં નોકરી કરતો સંતોષ પરિવારનો એકનો એક દીકરો હતો.બીજી તરફ મરનાર યુવતી પણ તેના પરિવારની એકની એક દીકરી હતી. આ ઈશ્વર આ બંનેની દિવ્ય આત્મને શાંતિઆપે એજ પ્રાર્થના.