Gujarat

સુરતના એડવોકેટ મેહુલ બોઘરા પર કોર્ટનાં આકરા વલણ!! કહ્યું કે “તમે પોલીસવાળાની પાછળ પડી ગયા છો… જાણો શું હતો પૂરો મામલો

આપણે સૌ કોઈ જાણીએ છે કે, સુરત શહેરમાં મેહુલ બોઘરાનું નામ સતત ચર્ચામાં રહે છે. મેહુલ બોઘરા એક સામાજિક કાર્યકર અને એડવોકેટ તરીકે કાર્યરત છે અને તેઓ અવારનવાર અન્યાય સામે અવાજ ઉઠાવતા હોય છે, ખાસ કરીને ગેર કાયદાકીય પ્રવુતિઓ સામે સતત તેઓ વિરોધ કરે છે, પરંતુ હાલમાં મેહુલ બોઘરા જ કાનૂનની નજરમાં આવ્યા છે, ગુજરાત ટેકના અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે, હાલમાં હાઈકોર્ટમાં મેહુલ બોઘરા વિરુદ્ધ દાખલ થયેલી પોલીસ FIR રદ કરવા પિટીશન કરવામાં આવી હતી

પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, મેહુલ બોઘરા સામે લોકરક્ષક ભલાભાઇ દેસાઈએ સુરતના પુના પોલીસ મથકે આઇપીસીની કલમ 143, 147, 149, 323 ,186, 332, 500 અને 506(2) તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ 25 ફેબ્રુઆરી, 2024ના રોજ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ રદ કરાવવા મેહુલ બોઘરાએ ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ એસ.એસ. કિકાણી મારફતે અરજી કરી હતી. જોકે હાઇકોર્ટે આ ફરિયાદ રદ્દ ન કરવાનો નિર્ણય કર્યો હતો.

આખરે આ સંપૂર્ણ ઘટના કઈ બાબત પર ઘટી તે અંગે વિગતવાર માહિતી જાણીએ! મેહુલ બોઘરા સામે ફરિયાદીએ ફરિયાદ લખાવી હતી. ગુજરાત ટેકના અહેવાલમાં પબ્લિશ થયેલ માહિતી અનુસાર ફરિયાદીએ મેહુલ બોઘરા સામે ફરિયાદ કરતા લખાવ્યું હતું કે, સુરત શહેરમાં ફરજના સ્થળે એક ગાડી ઉપર કાળી ફિલ્મ લાગેલી હતી અને નંબર પ્લેટ વગરની જઈ રહી હતી.

આ કારણે તે શંકાસ્પદ લાગતા તાત્કાલિક જ રોકીને ગાડીમાં બેસીને ગાડી ચેક કરતા હતા. ત્યારે અચાનક મેહુલ બોઘરા પોતાના મોબાઈલમાં વીડિયો શૂટ કરતા આવી ગયા હતા અને પોલીસને જેમ ફાવે તેમ બોલવા લાગ્યા હતા અને અચાનકે જ આ ઘટના બાદ ત્યાં ટોળું ભેગું થઈ જતા તેને પણ ઉશ્કેર્યું હતું. બંને વચ્ચે સમાધાન કરાવનાર આવનાર વ્યક્તિને પણ ટોળામાંથી કોઈ વ્યક્તિએ પથ્થરથી માર માર્યો હતો.

આમ આરોપી કાયદાનો જાણકાર હોવા છતાં કાયદો હાથમાં લીધો હતો. આરોપી અવારનવાર પોલીસ વિભાગને બદનામ કરવા અને સોશિયલ મીડિયામાં ફોલોર્સ વધારવા આવી કામગીરી કરતો રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!