India

રાજસ્થાન નો આ પરિવાર કંઈક આવી રીતે રાખે છે પોતાની ત્રણેય ગાયોની સંભાળ તેમના માટે અલગ રૂમ અને બેડ થતા મુલાયમ ગાડલા….

મિત્રો ગાય ! આપણે સૌ ગાયને માતા તરીકે ઓળખીએ છીએ. આપણા શાસ્ત્રોમાં અને આપણી સંસ્કૃતિમાં પણ ગાય ને ઘણું મહત્વ આપવામાં આવે છે. કારણ કે ગાય ના દૂધ થી લઈને ગાયનું મળ મૂત્ર માં પણ અનેક પ્રકારના રસાયણો હોઈ છે કે જે માનવ સભ્યતા માટે ઘણી જ ગુણકારી માનવામાં આવે છે. ગયા આપણને અનેક રીતે ફાયદા કારક છે જેના કારણે ગાયને માતા નો દરજ્જો આપવામાં આવ્યો છે. આમતો આજના સમય માં લોકો ગાય ભેંસ રાખે છે. અને તેમના માટે અલગ તબેલાની વ્યવસ્થા કરવામાં આવે છે.

આ ઉપરાંત લોકો અન્ય જાનવરો જેવાકે કુતરા અને બિલાડી ને પણ પાળે છે. આવા જાનવરોને લોકો પોતાના ઘરમાં રાખે છે. અને તેમને વિશેસ રીતે સાચવે છે. પરંતુ આપણે અહીં એક એવા પરિવાર વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જે ગાયને તબેલામાં રાખવાને બદલે પોતાના ઘરમાં રાખે છે. અને તેમના માટે અલગ રૂમ થતા અલગ બેડ અને મુલાયમ ગાડલા અને રજાઈ ની પણ સુવિધા છે. જો વાત આ બાબત અંગે વિસ્તારથી કરીએ તો તે આ પ્રમાણે છે.

જણાવી દઈએ કે આ પરિવાર રાજસ્થાન માં રહે છે. અને તેઓ ત્રણ ગાયો ધરાવે છે. પરંતુ પરિવાર દ્વારા આ ગાયોને પરિવારના જ સભ્ય ની જેમ માનવામાં આવે છે. અને આ ત્રણેય ગાય તેમની સાથે ઘરમાં જ રહે છે. જો વાત આ ત્રણેય ગાયો અંગે કરીએ તો ગાયોના ગોપી, ગંગા અને પૃથુ છે. આ ત્રણેય ગાયોના નામે સોશ્યલ મીડિયા પેલ્ટફોર્મ ઇન્સ્ટાગ્રામ માં એક એકાઉન્ટ પણ છે જેનું નામ @cowsblike છે. જેમાં આ ગાયને લગતા વિડિઓ મુકવામાં આવે છે. હાલ સોશ્યલ મીડિયા પર આ ગાયોના ઘણા ચાહકો છે. અને લોકો આ પરિવારના પણ ઘણા વખાણ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Sanju Kanwar (@cowsblike)

આ વિડિઓ માં જોઈ શકાય છે કે ગાય પોતાના પલંગ પર બેઠેલી છે. અને ઠંડી ના કારણે ગાયે ચાદર ઓઢી છે. વળી મુલાયમ બેડ સીટ પણ પાથરેલી છે. આ વિડિઓ ને અત્યાર સુધીમાં અનેક લાઈક મળી ચુકી છે. લોકો આ વિડિઓ વધુને વધુ જોવો પસંદ કરે છે. જણાવી દઈએ કે આ વિડિઓ ને અત્યાર સુધીમાં 60 મિલિયનથી વધુ લોકોએ જોઈ લીધો છે.

 

View this post on Instagram

 

A post shared by Sanju Kanwar (@cowsblike)

આ ઉપરાંત વાયરલ થતા આ વિડિઓ માં જોઈ શકાય છે કે આ વાછડી પોતાના બેડ પર ઘણી મસ્તી કરી રહી છે. આ વાછડીનું નામ પૃથુ છે. જે બેડ પર કુદકા મારે છે અને પાસે પડેલા તકિયા સાથે રમત કરે છે. આ ઉપરાંત નીચેના વિડિઓ માં જોઈ શકાય છે કે ગાય ચશ્માં પહેરીને બેસી છે. આ સમયે તે ખુબ શાંત દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sanju Kanwar (@cowsblike)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!