India

આ જગ્યા પર ગાયે આપ્યો ત્રણ આંખો વાળા વાછરડાને જન્મ ! લોકો ના ટોળા ઉપડી પડ્યા જોવા માટે

મિત્રો આપણી દુનિયા માં ઘણા રહસ્ય છુપાયેલા છે. હાલનો સમય વિજ્ઞાન અને ટેક્નોલોજી નો હોવા છતાં પણ આજે પણ એવા ઘણા બનાવો બને છે જે આજના વિજ્ઞાનની સમજની બહાર છે. મિત્રો જો વાત આપણા દેશ અંગે જ કરીએ તો આપણે અવાર નવાર એવી અનેક ઘટનાઓ જોતા અને સાંભળતા હોઈએ છીએ કે બાદ આપણે વિચારતા થઇ જઈએ છીએ. અને પછી તેને આસ્થા કે દૈવીય શક્તિ સાથે જોડી દેતા હોઈએ છીએ. હાલમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે કે જેમાં લોકો અસામાન્ય શક્તિ હોવાનું માની રહ્યા છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશ અને ધર્મમાં ગાયને ઘણું મહત્વ આપવામાં આવે છે. લોકો ગાયને માતા તરીકે ઓળખે છે. કારણ કે ગાયના દૂધથી લઈને મળ મૂત્ર પણ માનવી માટે એક આશીર્વાદ જ છે. તેમાં રહેલા ગુણો અને પદાર્થો માનવી ને ઘણા મદદ કરે છે. તેવામાં જો કોઈ ચમત્કારિક બાબત ગાયને લગતી હોઈ તો લોકોમાં તેને લઈને ઘણી આસ્થા સ્થપાઈ છે. મિત્રો આપણે ઘણી વખત ઘણા પશુ અને ઘણા બાળકોને પણ જોયા છે કે જે જન્મ સમય બે થી વધુ પગ કે કાન અથવાતો અલગ પ્રકરાનું નાક કે પછી કોઈ એવી બાબત કે જેના કારણે તે સામાન્ય પશુ કે માણસથી અલગ પડતી હોઈ.

આવા બનાવ માં લોકો આવી બાબત ને ચમત્કાર તરીકે જુઓ છે. હાલ આવીજ એક ચમત્કાર નો બનાવ સામે આવ્યો છે, કે જ્યાં એક ગાયે એક વાછરડા ને જન્મ આપ્યો છે. પરંતુ આ વાછરડું કોઈ આમ વાછરડું નથી પરંતુ તેને ત્રણ આખો છે. મિત્રો જણાવી દઈએ કે આ ચમત્કાર નો બનાવ છત્તીસગઢ રાજ્યના ગાંડઈ ગામની છે. અહીં એક ગાયે ત્રણ આખો વાળા વાછરડાને જન્મ આપ્યો છે.

આ બાબત ને લઈને સૌ કોઈ હેરાન છે. અને આ વાત હાલ આગની જેમ લોકો વચ્ચે ફેલાઈ રહી છે. લોકો આ વાછરડા ને જોવા અને તેના વિશે વધુ માહિતી મેળવવા માટે તત્પર થઇ રહ્યા છે. મિત્રો આ જયારથી લોકોને આ વાછરડા ની ત્રણ આંખ અંગે ખબર પડી છે ત્યારથી લોકો તેને અસામન્ય દેવીય શક્તિ સાથે જોડે અને લોકો આ વાછરડાની પૂજા પણ કરવા લાગ્યા છે. જણાવી દઈએ કે આ વાછરડાનો જન્મ ઉતરાયણ ના દિવસે થયો છે. જોકે તેને ત્રણ આંખ હોવાને કારણે તેની તાપસ પણ કરાવવામાં આવી છે. પરંતુ જણાવી દઈએ કે હાલ વાછરડાની સ્થિતિ એકદમ સારી છે. હાલ આ બાબત દરેક માટે ચર્ચાનું કેન્દ્ર બની રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!